કોણ છે સારા રિઝવી? ગુજરાતનાં પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી કેમ ચર્ચામાં છે?

ગાંધીનગરઃ ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી સારા રિઝવીના આંતર-રાજ્ય પ્રતિનિયુક્તિના સમયને કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષ માટે વધારી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા રિઝવી 2008 બેચ ગુજરાત કેડરના આઈપીએસ છે.
મુંબઈમાં જન્મેલા સારા રિઝવીને અગાઉ અંગત કારણોસર ગુજરાતમાંથી જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટર-કેડર ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. અત્યારે તેઓ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ મુખ્યાલય ખાતે ડીઆઈજી છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને ઇન્ટર-કેડર ડેપ્યુટેશનમાં 2 વર્ષનો વધારો કરી દેવામાં આવ્યો છે.
આપણ વાચો: ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી
સારા રિઝવીના નામ પર એક અનોખો રેકોર્ડ
આ પહેલાની વાત કરવામાં આવે તો, ત્રણ વર્ષ પહેલા 2025માં તેમને જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવ્યાં હતાં. સારા રિઝવીના નામ પર એક અનોખો રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેઓ ગુજરાતના પહેલા મુસ્લિમ મહિલા આઈપીએસ છે. મળતી વિગતો પ્રમાણે તેમણે યુપીએસસીની તૈયારી ઉર્દૂ માધ્યમનો ઉપયોગ કર્યો હતો.
જેના માટે તેમને MESCO (મોર્ડન એજ્યુકેશન સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન ) નો સહકાર પણ મળ્યો હતો. અભ્યાસની વાત કરીએ તો મુંબઈમાંથી જ કોમર્સમાં સ્નાતક થયેલા છે.
આપણ વાચો: ડોક્ટરની આત્મહત્યા: મહિલા આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં તપાસ કરવાની માંગણી…
એ લેક્ચરના કારણે સારા રિઝવીનો વિચાર બદલાઈ ગયો
સારા પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ બનવા માંગતા હતા. પરંતુ જાણવા એવું મળ્યું કે, કોઈ એક લેક્ચરના કારણે તેમનો વિચાર બદલાઈ ગયો અને તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. ડૉ. કેએમ આરિફના લેક્ચરથી તેઓ પ્રભાવિત થયા હાં.
બે વખત પ્રયત્ન કર્યો ત્યારે તેમનું આ સિવિલ સર્વિસમાં સિલેક્શન થયું હતું. કાર્યકાળની વાત કરીએ તો, તેઓ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર-રિયાસીમાં ડીઆઈજી રહેલા છે. આ સાથે ડીઆઈજી જમ્મુ (આઈઆર) અને ડીઆઈજી જમ્મુ આર્મ્ડનો કાર્યભાર પણ તેમણે સંભાળ્યો છે.
આઈપીએસ તરીકે તેમની પહેલી પોસ્ટ જામનગરમાં હતી
સારા રિઝવીના પરિવારની વાત કરવામાં આવે તો, તેમના પિતા અફજલ અહમદ સાયન્સમાં સ્નાતક થયેલા છે. તેમની માતા નિગાર રિઝવી અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ભણેલા છે.
આ સાથે સારાનો ભાઈ સિવિલ એન્જિનિયર છે અને તેની બહેન સમીરા કમ્પ્યુટર ગ્રેજ્યુએટ છે. તેમણે 2008માં મુન્નવર ખાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન થયાં તે વખતે તેઓ આરપીએફમાં ટ્રેઈની આસિસ્ટંટ સિક્યોરિટી કમિશ્નર હતાં.
આઈપીએસ બન્યાં બાદ તેમણે ગુજરાતમાં પણ સેવા આપી છે. આઈપીએસ તરીકે તેમની પહેલી પોસ્ટ જામનગરમાં હતી ત્યાર બાદ તેમને રાજકોટના ગોંડલમાં મોકલવામાં આવ્યાં હતાં. ગોંડલમાં ગેંગવોર અને વધતી હિંસાને રોકવા માટે તેમને ગોંડલના એએસપી બનાવવીને મોકલવામાં આવ્યાં હતાં.



