Uncategorized

‘હવે પછી આવી પિચ પર ન રમવું પડે તો સારું’: જીત્યા પછી પણ આવું કોણે કહ્યું જાણો છો?

ટારૌબા (ટ્રિનિદાદ): અફઘાનિસ્તાન (11.5 ઓવરમાં 56/10)ને ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકા (8.5 ઓવરમાં 60/1)એ નવ વિકેટે પરાજિત કરીને પહેલી જ વાર આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો એનો આનંદ એઇડન માર્કરમ અને તેની ટીમમાં સમાતો નહોતો ત્યાં બીજી બાજુ રાશિદ ખાન અને તેના સાથીઓ રમતી વખતે ખરાબ પિચથી પરેશાન હતા અને રમી લીધા પછી પરાજય બદલ એકમેકને સાંત્વન આપી રહ્યા હતા.

ખરેખર તો બન્ને ટીમને રમવા માટે જે પિચ આપવામાં આવી હતી એ ટીકાનું નિશાન બની છે. વિજેતા સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે (Aiden Markram) પણ પિચ વિશે ટીકા કરી હતી.

આ ટફ પિચ પર અસંખ્ય તિરાડ હતી, બૉલ ક્યારેક નીચો રહી જતો હતો તો ક્યારેક ધાર્યા કરતાં વધુ ઉછળતો હતો. એકંદરે પિચ અસમથળ હતી અને એનો ઉલ્લેખ કૉમેન્ટરી દરમ્યાન સંજય માંજરેકર તથા નવજોત સિધ્ધુએ પણ કર્યો હતો. એકંદરે, બૅટિંગ માટે આ પિચ ખૂબ જ મુશ્કેલ હતી.

આ પણ વાંચો: T20 World Cup: સાઉથ આફ્રિકા ફાઇનલ જીતીને કયો વિશ્વ વિક્રમ કરી શકે?

કૅપ્ટન રાશિદ ખાને પરાજય પછીની નિરાશા વચ્ચે ઇનામ-સમારોહ વખતે ઇન્ટરવ્યૂમાં ‘પિચના ધોરણ’નો આડકતરો ઉલ્લેખ કરીને નિરાશા વ્યક્ત કરી હતી ત્યાં બીજી બાજુ અફઘાનિસ્તાનના બ્રિટિશ કોચ અને ભૂતપૂર્વ બ્રિટિશ ઓપનર જોનથન ટ્રૉટે (Jinathan Trott) એક મુલાકાતમાં સેમિ ફાઇનલ માટેની પિચ વિશે પૂછાતાં કહ્યું, ‘હું પિચ વિશે કંઈ અજુગતું બોલીને કે હાર્યા પછી (દ્રાક્ષ ખાટી છે એવા અર્થમાં) ટીકા-ટિપ્પણો કરીને પોતાને મુશ્કેલીમાં નથી મૂકવા માગતો, પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈ પણ મૅચ માટે આવી પિચ અપાય જ નહીં.

એમાં પણ વર્લ્ડ કપની સેમિ ફાઇનલ માટે તો આવી પિચ હોવી જ ન જોઈએ. બૅટિંગ અને બોલિંગ, બન્ને માટે અનુકૂળ હોય એવી પિચ હોવી જોઈએ. પિચ ભલે ફ્લૅટ ન હોય, પણ જે પિચ પર બૅટર આગળ આવીને રમવામાં ચિંતા અનુભવે અને બૉલ તેના માથા પરથી પસાર થઈ એવી પિચ તો ન હોવી જોઈએને?’

માર્કરમને પૂછાતાં તેણે કહ્યું હતું કે ‘આખા વર્લ્ડ કપમાં અમારે પડકારરૂપ પિચ પર રમવું પડ્યું છે. આ મૅચની પિચ પણ ચૅલેન્જિંગ હતી. અમે તો એવું કહી રહ્યા છીએ કે ફરી ક્યારેય આવી પિચ પર અમારે ન રમવું પડે તો સારું.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ