અબુ સાલેમે જેલ ટ્રાન્સફરને હાઇ કોર્ટમાં પડકારી: જીવને જોખમ હોવાનો કર્યો દાવો
મુંબઈ: નવી મુંબઈના તળોજા જેલમાં નાશિક સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવાથી જાનનો ખતરો થઇ શકે છે એવો દાવો કરતી ગેન્ગસ્ટર અબુ સાલેમની અરજી વિશેષ કોર્ટે ફગાવી દેતાં તેણે હવે મુંબઈ હાઇ કોર્ટમાં અરજી કરી છે.
1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં સાલેમ તળોજા જેલમાં જનમટીપની સજા ભોગવી રહ્યો છે. થોડા મહિનામાં તેનો છુટકારો થવાનો હોવાથી પોતાની હત્યા કરવાના કાવતરાના ભાગરૂપ નાશિક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે, એવો તેનો દાવો છે.
સાલેમની અરજી બુધવારે જસ્ટિસ એ. એસ. ગડકરી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચ સામે આવી હતી. જોકે બેન્ચે કોઇ પણ કારણ આપ્યા વિના સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હવે અરજી અન્ય બેન્ચ સમક્ષ રજૂ કરાશે.
આ પન વાચો : મુંબઈ-નાસિક હાઇ-વે પર મુસાફરોના બેહાલઃ ૪ કલાકની મુસાફરી ૧૦ કલાકમાં
સાલેમનું કહેવું છે કે તળોજા જેલ તેના માટે અત્યંત સુરક્ષિત છે. અન્ય જેલમાં હરીફ ગેન્ગના ગુંડા દ્વારા તેના પર હુમલો કરવામાં આવી શકે છે. હાલના તબક્કે નાશિક જેલમાં ખસેડવો તે હેતુ બરોબર નથી. પોતાની સામે દિલ્હીમાં બે કેસ છે. આથી ત્યાં પણ જવું પડે છે. નાશિક જેલમાં ખસેડવાથી દિલ્હી જવામાં મુશ્કેલી પડશે અને ટ્રાયલ વિલંબમાં મુકાશે, એવું કારણ અરજીમાં આપ્યું છે.
1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં જૂન, 2017માં સાલેમને દોષી ઠેરવાયો હતો અને તેને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ