T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: અક્ષર પટેલે અદ્ભુત મૅચ-વિનિંગ કૅચ વિશે શું કહ્યું? તેના જ શબ્દોમાં જાણીએ…

ગ્રોઝ આઇલેટ: વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ લ્યૂસિયા ટાપુમાં ગ્રોઝ આઇલેટ ખાતેના ડૅરેન સૅમી નૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવારે ભારતીય ફીલ્ડર્સે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શનો કૅચ બે વાર છોડ્યો હતો એટલે એ બે જીવતદાન ભારતીય ટીમને ભારે પડી શકે એમ હતા, પરંતુ (કુલદીપ યાદવની) નવમી ઓવરમાં ઑલરાઉન્ડર અક્ષર પટેલે ડીપ સ્ક્વેર લેગમાં બાઉન્ડરી લાઇનની નજીક માર્શનો જે કૅચ પકડ્યો એ મૅચ-વિનિંગ બન્યો હતો.

અંગ્રેજી કહેવત છેને કે ‘કૅચીસ વિન મૅચીસ.’ ઑસ્ટ્રેલિયા સામેના એ કૅચને લીધે તો મૅચમાં ટર્ન આવી જ ગયો હતો અને બાજી ભારતની તરફેણમાં આવી ગઈ હતી, પરંતુ એ પછી અક્ષરના જ એક બૉલમાં હાર્દિક પંડ્યાએ બૅકવર્ડ પૉઇન્ટ પર ફમ્બલ થયા બાદ માર્કસ સ્ટોસનિસનો જે કૅચ પકડ્યો, જસપ્રીત બુમરાહના બૉલમાં કવરમાં રોહિત શર્માએ સૌથી ડેન્જરસ બૅટર ટ્રેવિસ હેડનો જે કૅચ પકડ્યો, અર્શદીપ સિંહના બૉલમાં શૉર્ટ થર્ડ મૅન પર કુલદીપ યાદવે મૅથ્યૂ વેડનો જે શાનદાર કૅચ પકડ્યો તેમ જ અર્શદીપના જ બૉલમાં શૉર્ટ થર્ડ મૅન પર બુમરાહે ટિમ ડેવિડનો જે કૅચ પકડ્યો એ બદલ પણ ઑસ્ટ્રેલિયન ટીમની હાર નક્કી થઈ ગઈ હતી.

ખાસ કરીને રોહિત શર્માના આક્રમક 92 રન તેમ જ અક્ષરે એક હાથે પકડેલા મિચલ માર્શના કૅચ તેમ જ અન્ય કૅચને લીધે જ ભારત સેમિ ફાઇનલમાં પહોંચી શક્યું હતું.

આ પણ વાંચો : T20 World Cup: ફાઈનલનો બદલો આખરે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે લીધો, 24 રને જીત્યું INDIA

કૅપ્ટન મિચલ માર્શ 37 રન પર હતો ત્યારે કુલદીપની નવમી ઓવરના છેલ્લા બૉલમાં માર્શના વધુ એક શૉટમાં તેને ફોર અથવા સિક્સર મળે એમ હતી, પરંતુ અક્ષરે ડીપ સ્ક્વેર લેગમાં બાઉન્ડરી લાઇનની નજીક વન-હૅન્ડેડ કૅચ પકડીને તેને પૅવિલિયન ભેગો કરાવ્યો હતો. માર્શે ઓપનર ટ્રેવિસ હેડ સાથે 48 બૉલમાં 81 રનની ભાગીદારી કરી હતી જે અક્ષરે પકડેલા કૅચને કારણે તૂટી હતી.

આખી મૅચ દરમ્યાન ખૂબ પવન હતો. ખાસ કરીને કુલદીપની એ ઓવર દરમ્યાન પણ ભારે પવન હતો અને એ સ્થિતિમાં માર્શના ઊંચા શૉટમાં બૉલ પૂરપાટ આવી રહ્યો હતો. છ ફૂટ ઊંચા અક્ષરે પરફેક્ટ ટાઇમિંગથી કૅચ પકડવા જમણી તરફ ઊંચી છલાંગ લગાવી હતી અને જમણો હાથ લાંબો કરીને કૅચ પકડી લીધો હતો. બૉલ ઝીલ્યા પછી તેણે પાછળની દિશામાં (પોતે બાઉન્ડરી લાઇનને અડી નથી રહ્યોને એ પણ) જોઈ પણ લીધું હતું અને પછી નીચે પટકાયો હતો.

અક્ષર લેફ્ટી છે, પરંતુ તેણે આ અદ્ભુત કૅચ જમણા હાથે પકડ્યો હતો. તેણે મૅચ પછી એક મુલાકાતમાં કહ્યું, ‘માર્શે શૉટ માર્યો ત્યારે પણ ખૂબ પવન હતો એટલે બૉલ ચોક્કસપણે કઈ તરફ જશે એ હું કળી નહોતો શક્યો. જોકે મારી તરફ જ આવી રહ્યો હોવાથી મેં ઊંચી છલાંગ લગાવી હતી અને ઉપરની દિશામાં શરીરને એકદમ ખેંચીને જમણો હાથ લંબાવી દીધો હતો. બૉલ મારા જમણા હાથમાં ચપોચપ બેઠો ત્યારે નજીવા અવાજ પરથી મને ખાતરી થઈ કે મેં કૅચ પકડી લીધો છે.’

વીરેન્દર સેહવાગે એક જાણીતી વેબસાઇટને આ કૅચ વિશે કહ્યું, ‘જો અક્ષરે એ કૅચ ન પકડ્યો હોત તો સિક્સર ગઈ હોત અને પછી કદાચ ઑસ્ટ્રેલિયા એ મૅચ જીતી ગયું હોત. અક્ષરે બહુ સરસ કૅચ પકડ્યો. પોતે બાઉન્ડરી લાઇનને અડકી ન જાય એની તકેદારી પણ તેણે કૅચ પકડતી વખતે રાખી હતી.’

https://twitter.com/mufaddal_vohra/status/1805291731220574290?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1805291731220574290%7Ctwgr%5Eae19d1eeb20a2a76beeb9d21f3fa5449c3156319%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Fcricket%2Ft20-world-cup-axar-patel-perfectly-timed-one-handed-blinder-changed-india-fortune-australia-super-8-clash-to-make-semis-101719277518167.html

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker