T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ફાઈનલનો બદલો આખરે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે લીધો, 24 રને જીત્યું INDIA

ભારતનો સેમી ફાઈનલમાં પ્રવેશ

સેન્ટ લુસિયાના: T20 વર્લ્ડ કપમાં સુપર 8 રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની મેચ રોમાંચક રહી. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 205 રન કરીને જીતવા માટે કાંગારુ ટીમને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પડકરજનક સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયા જીતવા માટે છેલ્લે સુધી ઝઝમ્યું હતું. 20 ઓવરમાં નિશ્ચિત સ્કોર નહિ કરી શક્યું હતું. ઓપનર બેટ્સમેન સારો પાયો નાખ્યો હતો. 2023નાં વર્લ્ડ કપની હારનો બદલો જાણે ભારતે લીધું હોય લાગ્યુ હતું. ફાઈનલમાં પણ ટ્રેવિસ હેડ મજબૂત બેટિંગ કરીને એ વખતે ભારતને હરાવ્યું હતું. આજે ભારતે કાંગારુ ટીમને 24 રને હરાવ્યું હતું.

જોકે આજે ઓસ્ટ્રેલિયા વતી વોર્નર 6 રને આઉટ થયા પછી અન્ય બેટર સારી રમત રમ્યા હતા. એક તબક્કે ભારત મેચ હારી જાય એમ લાગતું હતું. આમ છતાં કુલદીપ યાદવની ઓવરે જાદુ કર્યો હતો. ટ્રેવિસ હેડ 72 (43) રન ફટકારીને મજબૂત બેટિંગ કરી હતી. સુકાની માર્શ 37 રન કર્યા હતા, જયારે મેક્સવેલ પણ સારી રમત રમી રહ્યો હતો પણ એની વિકેટ લેવામાં કુલદીપને સફળતા મળી હતી. અર્શદીપે સૌથી પહેલી વિકેટ અને અંતમાં બીજી બે મહત્વની વિકેટ લેતા કમાલ કરી હતી. ભારતીય બોલરમાં હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજા ને કોઈ વિકેટ મળી નહોતી.

એના સિવાય કુલદીપ યાદવે બે, અર્શદીપ સિંહે ત્રણ અને અક્ષર પટેલ અને જસ્પ્રીત બુમરાહે એક એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 187 રન કરી શક્યું હતું. આજની જીત સાથે ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ