Uncategorized

Sunita Williams ને સ્પેસ સ્ટેશન મોકલવામાં આવી!હવે પાછી ફરવાના આ છે વિકલ્પ

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 13 જૂન, 2024ના રોજ પૃથ્વી પર પાછા ફરવાના હતા. પરંતુ આજે તેને વધુ 12 દિવસ થઈ ગયા છે, તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાઈ ગઈ છે. અમેરિકન અવકાશયાત્રી બેરી બૂચ વિલ્મોર પણ તેમની સાથે પરત આવવાના હતા, તેઓ પણ ત્યાં ફસાયેલા છે. તેઓ પૃથ્વી પર ક્યારે પાછા ફરશે એનો તો અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે પણ કોઈ જવાબ નથી.

કેપ્સ્યૂલમાં પાંચેક જગ્યાએથી હિલિયમ ગેસનું લિકેજ છે અને પાંચ વખત થ્રસ્ટર ફેલ્યોર થયા છે. હિલિયમ ગેસ લિકેજ હોવાથી કેપસ્યુલની ઝડપ નહીં વધી શકે. સામાન્ય રીતે સમજીએ તો પૃથ્વી પર પાછા પરતી વખતે સુનિતા કે બેરી કેપસ્યુલને નિયંત્રિત કરી શકશે નહીં. જો વાતાવરણમાં પહોંચતા પહેલા આવું થાય તો તેઓ અવકાશમાં જ ખોવાઈ જશે. જો વાતાવરણમાં પ્રવેશ્યા પછી આવું થાય, તો તેઓ બેકાબૂ થઈને ધરતી પર પડી જશે.

આ પણ વાંચો: Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ‘Spacebug’ ની હાજરી જાણવા મળી, સુનિતા વિલિયમ્સ અને ક્રૂ મુશ્કેલીમાં

હવે નાસા પાસે શું વિકલ્પો છે તે જાણીએ
1) નાસા તેના જૂના વ્યાપારી ભાગીદાર સ્પેસએક્સના ડ્રેગન-2 કેપ્સ્યુલને નવા રોકેટ સાથે અવકાશમાં મોકલે. આ કેપ્સ્યુલમાં ચાર મુસાફરો બેસી શકે છે. એટલે કે બે એન્જિનિયરોએ તેને સ્પેસ સ્ટેશન પર લઈ જાય અને સ્ટારલાઇનરને ઠીક કરે. પછી અવકાશયાત્રીઓ બંને વાહનોમાં બેસીને પૃથ્વી પર આવે. અથવા સુનિતા, બેરી અને પૃથ્વી પરથી ગયેલા બે એન્જિનિયર ડ્રેગન-2માં બેસીને પાછા આવે

2) અમેરિકાએ આ મિશનને પૂર્ણ કરવા માટે એટલે કે સુનિતા અને બેરીને પૃથ્વી પર પાછા લાવવા માટે રશિયાની મદદ લેવી જોઈએ. આવી સ્થિતિમાં જો રશિયા હા કહે અને તરત જ તેનું સોયુઝ અવકાશયાન સ્પેસ સ્ટેશન પર મોકલે તો સુનિતા, બેરી અને અન્ય મુસાફર નીચે આવી શકે છે. સોયુઝ કેપ્સ્યુલ હંમેશા એસ્કેપ ક્રાફ્ટ તરીકે સ્પેસ સ્ટેશન પર રાખવામાં આવે છે. જો કોઈ ઇમરજન્સી હોય, તો આ અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવામાં મદદ કરી શકે છે.

3)અમેરિકા પોતાની તમામ ફરિયાદો બાજુ પર મૂકીને ચીનની મદદ લે. ચીને તેનું શેનઝોઉ અવકાશયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યું હતું. ત્યાંથી તેના અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા આવ્યા હતા. 

4) યુરોપિયન સ્પેસ એજન્સી અને ઈંગ્લેન્ડ હજુ સુધી કોઈ મદદ પૂરી પાડવાની સ્થિતિમાં નથી. જો તેઓ આમ કરે તો પણ તેમને સુનીતા અને બેરીને પાછા લાવવા માટે એક મહિનાનો સમય લાગશે. કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે યુરોપિયન દેશોની હાલત અત્યારે થોડી ખરાબ છે. 59 વર્ષીય સુનિતા વિલિયમ્સ 2006 અને 2012 એમ બે વખત સ્પેસ સ્ટેશનની મુલાકાત લઇ ચૂકી છે. અવકાશમાં તે કુલ 322 દિવસ વિતાવી ચૂકી છે. 2012માં તેમણે ત્રણ વાર સ્પેસવૉક પણ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ