Uncategorized

રશ્મિકા મંદાના નવા વર્ષમાં આ તારીખના કરી લેશે લગ્નઃ જાણો ક્યાં કરશે રોયલ વેડિંગ

મુંબઈ: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની કેમેસ્ટ્રી ફિલ્મી પડદે એકદમ કમાલની રહી છે. ફિલ્મી પડદે થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ધીમે ધીમે તેમની રિલેશનશિપ જગજાહેર બની હતી.

અંતે તેમણે ઓક્ટોબર 2025માં તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ તેમના લગ્ન ક્યારે થશે? તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. જોકે, હવે 2025ના અંતે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તારીખ સામે આવી છે.

આપણ વાચો: આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

ઉદયપુરમાં યોજાશે રોયલ વેડિંગ

ફિલ્મી મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, નવા વર્ષે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા રોયલ વેડિંગ કરી શકે છે. જેના માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અન્ય ફિલ્મી સેલિબ્રિટીઓની જેમ આ કપલ પણ રાજસ્થાનમાં પોતાના રોયલ વેડિંગનું આયોજન કરવાનું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 26 જાન્યુઆરી 2026ના રોજ ઉદયપુર ખાતેના એક હેરિટેજ પેલેસમાં રશ્મિકા અને વિજય દેવરકોંડાના લગ્ન યોજાશે.

આપણ વાચો: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કરી સગાઈ: જાણો ક્યારે થશે તેમના લગ્ન

સગાઈની જેમ જ થશે લગ્ન

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ અગાઉ કેટલાક નજીકના લોકોની હાજરીમાં સગાઈ કરી હતી. તેમના રોયલ વેડિંગ પણ આ જ રીતે થવાના છે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.

રસ્મિકા અને વિજયના લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના સગાસંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવશે. જોકે, લગ્ન બાદ તેઓ ઇન્ડસ્ટ્રીના મિત્રો તથા કલાકારો માટે રિસેપ્શન રાખશે કે નહીં, તેને લઈને કોઈ વાત સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપર ક્યુટ અને પોપ્યુલર કપલમાંથી એક એવા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની સગાઈ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. રશ્મિકા અને વિજયની સગાઈ બાદ હવે ફેન્સ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નવા વર્ષે આ આતુરતાનો અંત આવશે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button