નાસાનું મૂન મિશન થયું રદ, નડ્યું બજેટનું ગ્રહણ

નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) એ ગુરુવારે તેના આયોજિત ચંદ્ર રોવર મિશનને રદ કરવાની જાહેરાત કરી હતી. તેણે આ મિશન રદ કરવા પાછળ ખર્ચમાં વધારો અને લોન્ચિંગ વિલંબ જેવા કારણ આપ્યા હતા. નાસાના જણાવ્યા અનુસાર, તેઓ અત્યાર સુધીમાં આ પ્રોગ્રામ પર લગભગ 450 મિલિયન ડોલર ખર્ચી ચૂક્યા છે.
નાસાના આર્ટેમિસ ચંદ્ર રોવર, વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER)એ બરફ અને અન્ય સંસાધનોની શોધમાં ચંદ્ર દક્ષિણ ધ્રુવને શોધવાનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે, હવે આ મિશન રદ થતા યુએસ સ્પેસ એજન્સી હવે ભવિષ્યના ચંદ્ર મિશન માટે VIPER ના સાધનો અને ઘટકોને ડિસએસેમ્બલ અને પુનઃઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. આ દાયકાના અંતમાં આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ અમેરિકન અવકાશયાત્રીઓ દ્વારા આયોજિત ક્રૂ મિશન માટે માર્ગ મોકળો કર્યો હતો.
જોકે, નાસા તેના આ પ્રોજેક્ટને કોઇને વેચી દેવાની અને તેમાં રોકાયેલા નાણા રોકડા કરવાની યોજના ધરાવે છે. નાસા 1 ઓગસ્ટ સુધીમાં સરકારને કોઈપણ ખર્ચ વિના હાલની VIPER રોવર સિસ્ટમના ઉપયોગ માટે યુએસ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો તરફથી રસના અભિવ્યક્તિઓ પર વિચાર કરશે. રુચિ ધરાવતા પક્ષોએ HQ-CLPS-Payload@mail.nasa.gov પર લોગઇન કરી જરૂરી માહિતી આપવાની રહેશે. ત્યાર બાદ નાસા તેના પર વિચાર કરશે.