મુન્નાભાઈ MBBSના પૂરા થયા 23 વર્ષ: મુન્નાભાઈ અને સર્કિટના એ ડાયલોગ્સ આજેય ફેમસ છે…

મુંબઈ: રાજકુમાર હિરાની યુનિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. 2006માં તેમણે ‘મુન્નાભાઈ MBBS’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં હોસ્પિટલ્સમાં થતો ભ્રષ્ટાચાર અને ડોકટરની ક્રૂરતા દર્શાવી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત અને અરસદ વારસીએ યાદગાર અભિનય કર્યો હતો. આ ફિલ્મના એવા કેટલાક ડાયલોગ્સ છે, જેને 23 વર્ષો બાદ પણ લોકો ભૂલી શક્યા નથી.
‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મના 6 યાદગાર ડાયલોગ્સ
‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મમાં મુન્ના અને સર્કિટની જોડીના કેટલાક સીન અદ્ભૂત કન્વર્ઝેશનથી ભરપૂર છે, જેમાં એવા ડાયલોગ્સ છે, જેને લોકો ભૂલી શક્યા નથી. કેટલાક ડાયલોગ લોકોની રોજિંદી બોલચાલનો ભાગ પણ બન્યા છે, જે પૈકીનો એક ડાયલોગ છે. ‘એ મામુ…જાદુ કી ઝપ્પી દે ડાલ ઔર બાત ખત્મ’ સંજય દત્તનો આ ડાયલોગ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ડાયલોગ લોકોના મોંઢે રહી ગયો છે. આ ડાયલોગ દર્શાવે છે કે, કોઈ વિવાદ, ગુસ્સો અથવા ઝઘડો કરવાથી નહીં, પરંતુ પ્રેમ અને પોતાનાપણું દર્શાવીને ઉકેલી શકાય છે.

સર્કિટના ટપોરી સ્ટાઈલના કોમેડી ડાયલોગ
ફિલ્મમાં કેટલાક કોમેડી ડાયલોગ પણ છે. જેને સાંભળતા જ લોકો ખડખડાટ હસવા લાગે છે. ‘206 ટાઈપ કા સિર્ફ હડ્ડી હૈ…તોડને કે ટાઈમ અપન લોક સોચતે થે ક્યા?’ દેશી, ચાલાક અને બેફિકર અંદાજ ધરાવતા સર્કિટનો આ ડાયલોગ દર્શકોને મન મૂકીને હસાવે છે. ‘એ ચિલ્લી ચિકન તેરા હાઈટ ક્યા હૈ રે, હાઉ લોંગ હાઉ લોંગ?’ આ ડાયલોગ એક ગુંડાની બોલચાલની સ્ટાઇલને બખૂબી દર્શાવે છે. ‘ફૂલ કોન્ફિડેન્સ મેં જાને કા ઔર એકદમ વિનમ્રતા કે સાથ બાત કરને કા’ સર્કિટનો આ ડાયલોગ તેના અલગ અંદાજનો જીવન મંત્ર દર્શાવે છે. તે આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિનો સામનો કરવાની વાત કરે છે. સાથોસાથ જમીન સાથે જોડાઈ રહેવાનો સંદેશ પણ આપે છે.

મુન્ના-સર્કિટ સરળ શબ્દોમાં કરી મોટી વાત
‘વો બાહર કૈઝુઅલ્ટી મેં કોઈ મરને કી હાલત મેં રહા…તો ઉસકો ફોર્મ ભરના જરૂરી હૈ ક્યા?’ સંજય દત્તનો આ ડાયલોગ લોકોને હસાવવાની સાથોસાથ હોસ્પિટલમાં ચાલી રહેલી બેદરકાર વ્યવસ્થાને દર્શાવે છે. કાગળ પરના નિયમ નહીં, પરંતુ માણસાઈ મહત્ત્વની છે. એવો સંદેશ આ ડાયલોગ આપે છે. ‘લાઇફ મેં જબ ટાઇમ કમ રહતા હૈ ન… ડબલ જીને કા, ડબલ’ મુન્નાનો આ ડાયલોગ સરળ શબ્દોમાં એક મોટી વાત કહી જાય છે.
ઉલ્લેખનીય છે કે, ‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મમાં સંજય દત્ત સાથે તેના પિતા સુનિલ દત્તે પણ કામ કર્યું હતું. બમન ઇરાનીની આ પહેલી હિંદી ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મે 10 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર 56 કરોડથી વધુની કમાણી કરી હતી.



