રણબીર-આલિયાના નવા ઘરે યોજાઈ ક્રિસમસ પાર્ટી: આલિયા ભટ્ટનો ‘ગ્લેમરસ’ લૂક થયો વાયરલ…

મુંબઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નવું ઘર તૈયાર થઈ ગયું છે. તાજેતરમાં જ તેઓ પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. આલિયા ભટ્ટે પોતાના આ નવા ઘરમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી છે. જેના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પાર્ટીમાં આલિયા ભટ્ટનો ‘ગ્લેમરસ’ લૂક જોવા મળ્યો
આલિયા ભટ્ટે પોતાના નવા ઘરની પહેલી ક્રિસમસને ખાસ બનાવી છે. પોતાના નવા મકાનમાં આલિયા ભટ્ટે એક શાનદાર ક્રિસમસ ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું. જેમાં તેનો ફેસ્ટિવ લુક અને સ્ટાઇલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેની બહેન અને મમ્મીના લુક પર પણ સૌની નજર અટકી હતી.
આલિયાએ એક સ્ટાઇલિશ બ્લેક મિની ડ્રેસ પહેર્યો હતો, જેને તેણે શીયર સ્ટોકિંગ્સ અને હીલ્સ સાથે પેર કર્યો હતો. તેનો આ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વખણાઈ રહ્યો છે. આલિયાની બહેન શાહીને વાઇબ્રન્ટ પિંક ગાઉન પહેર્યું હતું. જ્યારે આલિયાની મમ્મી સોની રાજદાને ક્લાસિક બ્લેક આઉટફિટ પહેરીને સિમ્પલ અને એલિગન્ટ લુક પસંદ કર્યો હતો.
‘ધીસ ઇઝ ધ સીઝન, એટસેટ્રા એટસેટ્રા’
શાહીન ભટ્ટે આ ગેટ-ટુગેધર પાર્ટીના ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. ફોટામાં ઘરના ખૂણે ખૂણે સુંદર રીતે સજાવેલું ક્રિસમસ ટ્રી દેખાઈ રહ્યું છે. સાથોસાથ લોકોના ચહેરા પર તહેવારનો ઉત્સાહ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ધીસ ઇઝ ધ સીઝન, એટસેટ્રા એટસેટ્રા’
ઉલ્લેખનીય છે કે, આ સેલિબ્રેશનમાં માત્ર ભટ્ટ પરિવાર જ નહીં, પરંતુ કપૂર પરિવારના સભ્યો અને મિત્રો પણ હાજર રહ્યા હતા. આલિયાની સાસુ નીતુ કપૂર, અભિનેતા અર્જુન કપૂર અને કેટલાક ખાસ મિત્રો પણ આ ક્રિસમસ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો…આલિયા ભટ્ટને ‘ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ’થી સન્માનિત, શું કહ્યું અભિનેત્રીએ?



