ટોપ ન્યૂઝનેશનલ

ચીનના વિદેશ પ્રધાને NSA ડોભાલ સાથે વાત કરી, બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી…

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ચીનના વિદેશ પ્રધાને શનિવારે ભારતને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) અજિત ડોભાલ સાથે વાત કરી હતી અને આશા વ્યક્ત કરી કે બંને પક્ષો વધુ તણાવ ટાળવા માટે શાંતી અને સંયમ રાખશે. અગાઉ, તેમણે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર સાથે પણ આ અંગે વાત કરી હતી અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે ચીન પ્રયત્ન કરશે એવી ખાતરી આપી હતી.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ (Wang Yi called NSA Ajit Doval) સાથે ફોન પર વાતચીત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, “ડોભાલે કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલામાં ભારતીયોના મોત થયા હતાં અને ભારતે આતંકવાદ વિરોધી પગલાં લેવાની જરૂર છે. યુદ્ધ ભારતની પસંદગી નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહેશે અને શક્ય તેટલી વહેલી તકે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે આતુર રહેશે.”

શાંતિ જાળવવા અપીલ:
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરે છે અને તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અશાંત છે અને એકબીજા સાથે જોડાયેલી છે. એશિયન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ખૂબ જ મહેનતથી પ્રાપ્ત થઈ છે અને તેને જાળવી રાખવાની જરૂર છે.

બંને ચીનના પાડોશી દેશો:
તેમણે વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન એવા પડોશી છે જેમને અલગ રાખી શકાય નહીં અને બંને ચીનના પડોશી છે. ચીન તમારા નિવેદનની પ્રશંસા કરે છે કે યુદ્ધ ભારતની પસંદગી નથી, અને આશા રાખે છે કે ભારત અને પાકિસ્તાન શાંત અને સંયમિત રહેશે, વાતચીત અને પરામર્શ દ્વારા મતભેદોને યોગ્ય રીતે હલ કરશે અને પરિસ્થિતિને વધુ ખરાબ નહીં થવાદે

વાંગ યીએ કહ્યું કે ચીન ભારત અને પાકિસ્તાનને સલાહ-સૂચન દ્વારા વ્યાપક અને સ્થાયી યુદ્ધવિરામ પર પહોંચવાની અપેક્ષા રાખે છે. આ ભારત અને પાકિસ્તાનના મૂળભૂત હિતમાં છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આવું જ ઈચ્છે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button