આમચી મુંબઈમનોરંજન

Mukesh Ambani-Nita Ambaniના દીકરાના લગ્ને કારણે ચાર રોડ પર રહેશે No Entry

મુંબઈઃ એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે. અંબાણી પરિવારના ઘરે લગ્નનો આ છેલ્લો પ્રસંગ હોવાથી અંબાણી પરિવાર તેમાં કોઈ કમી બાકી નથી રાખવા માંગતું. હાલ લગ્ન પહેલાંના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે અને 12મી જુલાઈના લગ્ન થવા જઈ રહ્યા છે. 12થી 15 જુલાઈ સુધી યોજાનારા આ લગ્ન સમારંભ માટે ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 12થી 15 જુલાઈ સુધી બપોરે 1થી મધરાત સુધી જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટર તરફ જતાં અનેક રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાની માહિતી મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે. 12થી 15મી જુલાઈ સુધી મુંબઈના આ ચાર રસ્તા પર જવાનું ટાળવાની ભલામણ કરવામાં આવી છે, આવો જોઈએ કયા છે આ રસ્તા અને તેને બદલે કયા રસ્તા પર પ્રવાસ કરી શકાશે-

રોડ નંબર-1

આ રસ્તો હશે બંધઃ
કુર્લા-એમટીએનએલ રોડ પર લક્ષ્મી ટાવર જંક્શનથી ધીરુભાઈ અંબાણી સ્ક્વેર એવેન્યુ લેન-3, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ અને ડાયમંડ જંક્શનથી હોટેલ ટ્રાયડન્ટ સુધીનો રસ્તો વાનહવ્યવહાર માટે બંધ રહેશે

આ છે વૈકલ્પિક માર્ગઃ
બીકેસીથી આ વાહનો લક્ષ્મી ટાવર જંક્શન તરફ ડાબે વળીને, ડાયમંડ ગેટ ક્રમાંક 8 તરફ જઈને નાબાર્ડ જંક્શનથી જળવી બાજુ વળીને ડાયમંડ જંક્શન જઈને ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ તરફ જઈ શકશે અને આ પાછા વળવા માટે પણ આ જ રૂટનો ઉપયોગ કરવો જોઈએ

રોડ નંબર-2

આ રસ્તો રહેશે બંધઃ
કુર્લા એમટીએનએલ જંક્શનથી પ્લેટિના જંક્શન અને ડાયમંડ જંક્શનથી બીકેસી કનેક્ટર બ્રિજ જનારા વાહનો માટે ધીરુભાઈ અંબાણી સ્ક્વેર એવેન્યુ- ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ સુધી નો એન્ટ્રી રહેશે

આ છે વૈકલ્પિક માર્ગઃ
આ રૂટ પર પ્રવાસ કરવા માંગતા વાહનચાલકોએ નાબાર્ડ જંક્શનથી ડાબી તરફ વળીને ડાયમંડ ગેટ ક્રમાંક 8થી આગળ જવું, લક્ષ્મી ટાવર જંક્શનથી જમણી તરફ વળીને બીકેસી પહોંચવું પડશે

રોડ નંબર-3

આ રસ્તો રહેશે બંધઃ
ભારત નગર વન બીકેસી અને ગોદરેજ બીકેસી રોડથી યુએસ કોન્સ્યુલેટ અને એમટીએનલ જંક્શન તરફ જતાં વાહનો માટે જિઓ કન્વેન્શન સેન્ટર ગેટ નંબર 23 પર નો એન્ટ્રી રહેશે

આ છે વૈકલ્પિક માર્ગઃ
આ રૂટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓએ કૌટિલ્ય ભવનથી જમણી બાજુ વળીને, વીમા સંસ્થા કાર્યાલયની પાછળ, એવેન્યુ 1 રોડથી આગળ જઈને ધીરુભાઈ અંબાણી સ્કૂલ રોડથી પ્રવાસ કરી શકશે

રોડ નંબર-4

આ રસ્તો રહેશે બંધઃ
સિગ્નેચર- રોડ સન ટેક બિલ્ડિંગ, એમટીએનએલ જંક્શથથી યુએસ કોન્સ્યુલેટ, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટ અને બીકેસી કનેક્ટર રોડ ખાતે વાહનો માટે નો એન્ટ્રી રહેશે

આ છે વૈકલ્પિક માર્ગઃ
ધીરુભાઈ અંબાણી શાળા નજીક ડાબી તરફ જઈને એવેન્યુ 1 રોડથી યુએસ કોન્સ્યુલેટના માર્ગે આગળ વધીને આગળનો પ્રવાસ કરશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત