પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

8 ફૂટ 1 ઇંચના પ્લેયરને લાંબો બેડ ન મળ્યો એટલે જમીન પર સૂએ છે!

પૅરિસ: 180થી 200 દેશના 4,000થી પણ વધુ ઍથ્લીટ્સ-પ્લેયર્સ ભાગ લઈ રહ્યા હોય એટલે ગેરવ્યવસ્થાની બાબતમાં પૅરિસ પૅરાલિમ્પિક્સના આયોજકોની ટીકા થાય એ સ્વાભાવિક છે. તાલીમની બાબતમાં કે સ્પર્ધકોને સુવિધા પૂરી પાડવામાં મૅનેજમેન્ટથી કોઈ ચૂક થઈ જાય એ પણ સમજી શકાય, પરંતુ પ્રૅક્ટિસ કરીને કે મૅચ રમીને થાક્યા બાદ પોતાની રૂમમાં પાછા ફરતા ખેલાડીને જો શાંતિથી સૂવા ન મળે ગેરવ્યવસ્થા આયોજકોની મોટી કચાશ જ કહેવાય. વૉલીબૉલની સ્પર્ધાના એક ખેલાડીની હાઇટ આઠ ફૂટ, એક ઇંચ છે અને તેને તકલીફ એ છે કે તેની રૂમમાં તેના માપનો પલંગ જ નથી અપાયો. પરિણામે, તેણે જમીન પર કંઈક પાથરીને સૂવું પડી રહ્યું છે.

પૅરિસ પૅરાલિમ્પિક્સ દિવ્યાંગ સ્પર્ધકો માટેનો રમતોત્સવ છે. એમાં ઇરાનથી આવેલા મોર્ટેઝા મેહરઝાદસેલાકયાની નામના વૉલીબૉલના ખેલાડીની ઊંચાઈ 8.1 ફૂટ છે. વિશ્ર્વમાં તે બીજા નંબરનો સૌથી ઊંચો ખેલાડી છે.



ઇરાનના હેડ-કોચ હાદી રેઝાઈગાર્કાનીએ 36 વર્ષીય મોર્ટેઝાની ટૅલન્ટ પારખીને તેને પહેલાં ઇરાનની ટીમ સુધી અને પછી પૅરાલિમ્પિક્સ સુધી પહોંચાડ્યો છે. માર્ટેઝા ઍક્રોમેગાલી નામની બીમારીનો શિકાર છે. આ બીમારીમાં દર્દીના શરીરના અમુક ભાગ વધુ પડતા વિક્સિત થઈ જતાં તે સામાન્ય જિંદગી નથી જીવી શક્તો. મોર્ટેઝા માંડ 16 વર્ષનો થયો ત્યાં સુધી તેની હાઈટ છ ફૂટ થઈ ગઈ હતી. તે નાનો હતો ત્યારે સાઇકલ ચલાવતી વખતે થયેલા અકસ્માતમાં તેના જમણા પગમાં તીવ્ર પેલ્વિક ફ્રૅક્ચર થઈ ગયા પછી તેના એ પગનો વિકાસ અટકી ગયો હતો. તેના ડાબા પગ કરતાં જમણો પગ 15 સેન્ટિમીટર ટૂંકો છે.

મોર્ટેઝા 2016માં ઇરાનની ટીમમાં જોડાયો હતો. ત્યાર પછી ઇરાને ઑલિમ્પિક્સના બે ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપના બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
મોર્ટેઝાને 8.1 ફૂટની ઊંચાઈનો બહુ મોટો લાભ મળે છે. શારીરિક રીતે અક્ષમ અને ખાસ કરીને પગની તકલીફવાળા બન્ને ટીમના છ-છ ખેલાડીની મૅચમાં મોર્ટેઝાની હાઇટ સૌથી વધુ છે એટલે તે આસાનીથી બૉલને ઝડપભેર (સ્મૅશથી) હરીફના હિસ્સામાં મોકલીને પોતાની ટીમને પૉઇન્ટ અપાવી શકે છે.



હેડ-કોચ હાદી કહે છે, ‘મોર્ટેઝાને પોતાની ઊંચાઈ જેટલી લંબાઈનો બેડ નથી મળ્યો એટલે જમીન પર સૂઈ જાય છે, પરંતુ તે એ અગવડ પર કે પોતાને શું ખાવા નહીં મળે એની ચિંતા કરવાને બદલે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખે છે કે પોતાની ટીમને ચૅમ્પિયન બનાવવાની છે.’

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી