ભૂતપિશાચ ભગાવવાને બહાને ચાર પર બળાત્કાર: ઢોંગીબાબાને 20 વર્ષની કેદ
નાગપુર: નાગપુરમાં કિશોરીને ભૂતપિશાચની બાધા હોવાથી 21 દિવસ ધાર્મિક પૂજા કરવાને બહાને કિશોરી, તેની માતા, મામી અને દાદી પર બળાત્કાર ગુજારવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઢોંગીબાબા ધર્મેન્દ્ર વિઠોબા નિનાવે ઉર્ફે દુલેવાદે બાબા (50)ને દોષી ઠેરવીને 20 વર્ષની કેદ ફટકારી હતી.
નાગપુરમાં પારડી પોલીસે 9 જાન્યુઆરી, 2021ના રોજ કિશોરીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને ઢોંગીબાબાની ધરપકડ કરી હતી. કિશોરીના પિતા આરોપીને ઓળખતા હતા. કિશોરી કાયમ બીમાર રહેતી હોવાથી પિતા તેને બાબા પાસે લઇ ગયા હતા. બાબા પૂજાને બહાને કિશોરીને ઘેનની દવા પીવડાવી દેતો અને બાદમાં દુષ્કર્મ આચરતો હતો. તેણે કિશોરીને નિર્જન સ્થળે લઇ જઇ તેની સાથે કુકર્મ આચર્યું હતું. થોડા દિવસ બાદ કિશોરીની માતામાં પણ ભૂત ભરાયું હોવાનું કહીં તેને પણ ઘેનની દવા આપીને દુષ્કર્મ કરાયું હતું.
આ પણ વાંચો : બોમ્બની ધમકી મળ્યા પછી ઈન્ડિગોની ફ્લાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ, પણ…
દરમિયાન કિશોરી, તેની માતા અને મામીને ચંદ્રપુર, છત્તીસગઢ અને ડોંગરગાંવ લઇ જઇ ત્યાં પણ તેમને વાસનાનો શિકાર બનાવાઇ હતી. ભાનમાં આવતાં જ તેમને કુટુંબના સભ્યોનું મૃત્યુ થઇ શકે એવી બીક આરોપી બતાવતો હતો. આરોપીએ કિશોરીની દાદીને પણ છોડી નહોતી. ચારેય જણને એકબીજાથી અલગ રાખીને આરોપી કુકર્મ આચરતો હતો