‘ભારત યુદ્ધને કાયમી બનાવી રહ્યું છે’, વ્હાઈટ હાઉસ અધિકારીનો ભારત પર પ્રહાર

વોશિંગ્ટન: રશિયા પાસેથી પેટ્રોલીયમ ખરીદવા મામલે ભારતથી નારાજ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયાત થતી ભારતને પેદાશો પર વધારાનો 25 ટકા ટેરીફ ઝીંક્યો છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકરીઓ ભારત પર સતત આકરા પ્રાહારો કરી રહ્યા છે. એમાં વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર સલાહકાર પીટર નાવારોએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે.
પીટર નાવારોએ ભારતને “ક્રેમલિનના લોન્ડ્રોમેટ” ગણાવ્યું. પત્રકારો સાથે વાતચીત દરમિયાન,પીટર નાવારોએ જણાવ્યું હતું કે 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યા પહેલાં ભારતની રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી લગભગ શૂન્ય હતી. તેમને દાવો કર્યો કે, આજે ભરત તેનું 30-35% પેટ્રોલિયમ રશિયા પાસેથી ખરીદે છે.
‘ભારતને રશિયન પેટ્રોલિયમની જરૂર નથી’
નાવારોએ કહ્યું, “ભારત એવી દલીલ કરે છે કે તેમને રશિયન પાસેથી પેટ્રોલિયમ ખરીદવું જરૂર છે, તે બકવાસ છે. ભારત યુક્રેન રક્તપાતમાં તેની ભૂમિકાને સ્વીકારવા માંગતું નથી. ભારતને રશિયન પેટ્રોલિયમની જરૂર નથી.”
નાવારોએ કહ્યું કે રશિયા સાથે ભારતનો પેટ્રોલિયમ વેપાર એ એક રિફાઇનિંગ નફાખોરી યોજના છે. ભારત ક્રેમલિન માટે લોન્ડ્રોમેટ છે.
નાવારોએ એ એવું પણ કહ્યું કે “મને ભારત ગમે છે. મોદી એક સારા લીડર છે, ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં તેની ભૂમિકા પર નજર કરવાની જરૂર છે. તમે અત્યારે જે કરી રહ્યા છો તે શાંતિ માટે પ્રયાસ નથી. ભારત યુદ્ધને કાયમી બનાવી રહ્યું છે.”
ગત મહિને, ટ્રમ્પે યુએસમાં ભારતીય આયાત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેને બાદમાં તેમણે બમણો કરીને 50% કરવામાં આવી હતી. 25% ટેરીફ આ મહિનાની શરૂઆતમાં અમલમાં આવ્યો હતો, બાકીનો 25% ટેરીફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે, તેના થોડા દિવસો પહેલા જ વ્હાઈટ હાઉસના અધિકારી નવારોએ આ ટીપ્પણી કરી છે.
આ પણ વાંચો…ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને મોટો ફટકો! રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ રેટમાં આપી રાહત