ટ્રમ્પે યુક્રેનને હથિયારો આપવા ઇનકાર કર્યો, ઝેલેન્સકીને ગાળો બોલી! જાણો બેઠકમાં શું શું થયું

વોશિંગ્ટન ડી સી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પોણા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને કારણે વિશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. અગામી દિવસોમાં ટ્રમ્પ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે હંગેરીમાં બેઠક કરવાના છે, એ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં મુલાકત (Trump-Zelensky Meeting) કરી કરી. આ દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકી ધમકી આપી હતી કે જો યુક્રેન રશિયાએ મુકેલી શરતો મને, તો પુતિન યુક્રેનને બરબાદ કરી કરશે.
ઝેલેન્સકી શુક્રવારે યુએસ પહોંચ્યા હતાં, એવી આશા સાથે કે યુએસ યુક્રેનને વધુ હથીયારો આપશે જેથી રશિયા સામે લડત આપી શકાય. ઝેલેન્સકીએ ટ્રમ્પને કહ્યું કે યુક્રેન પણ યુદ્ધ વિરામ વિરામ ઈચ્છે છે, પણ પુતિન નથી ઇચ્છતા. યુક્રેન પાસે રશિયા પર હુમલો કરવા માટે હજારો ડ્રોન તૈયાર છે, પરંતુ તેમની પાસે ટોમાહોક મિસાઇલો નથી.
ટ્રમ્પ ગુસ્સે ભરાયા:
બેઠક દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ નથી ઈચ્છતા કે આ યુદ્ધ આગળ વધે. ટ્રમ્પે કહ્યું કે તેમનું ધ્યાન હવે યુક્રેનની લશ્કરી તાકાત વધારવા પર નહીં, પરંતુ શાંતિ કરાર કરાવવા પર છે. આ બેઠા દરમિયાન બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી, વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી.
ટ્રમ્પ અપશબ્દો બોલ્યા:
અહેવાલ મુજબ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ યુએસ પાસેથી ટોમાહોક મિસાઇલોની માંગ કરી હતી, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું તે યુક્રેનને વધુ હથિયાર નહીં આપે. આ દરમિયાન ટ્રમ્પ વારંવાર ગુસ્સામાં આવીને ઊંચા અવાજે બોલતા હતાં, તેઓ ઘણા અપશબ્દો પણ બોલ્યા.
ડોનબાસ રશિયાને સોંપી દો:
બેઠક દરમિયાન ટ્રમ્પે ગુસ્સામાં ટેબલ પર રાખેલા વોર ઝોનના નકશા બાજુ પર ફેંકી દીધા અને ઝેલેન્સ્કીને કહ્યું કે તેમણે સમગ્ર ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપી દેવું જોઈએ. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે તેઓ યુદ્ધ હારી રહ્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી કે જો પુતિન ઇચ્છે, તો તેઓ યુક્રેનને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.
ટ્રમ્પ-પુતિન વચ્ચે મુલાકાત:
ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં હંગેરીમાં પુતિનને મળવાના છે, અને તેઓ બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “મેં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રાષ્ટ્રપતિ પુતિન બંનેને કહ્યું છે કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ. યુદ્ધ અહિયાં જ રોકો અને તમારા ઘરે પાછા ફરો. હત્યાઓ હવે બંધ થવી જોઈએ.”
આ પણ વાંચો…ટ્રમ્પે છેડો ફાડ્યો તો યુક્રેનને મળ્યો બ્રિટન અને ફ્રાન્સનો ટેકો; કાયમી શાંતિ માટે પ્રયાસ…