આવા રસ્તાઓ હોય તો ટોલ ટેક્સ નહીં વસૂલી શકાય! સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

આવા રસ્તાઓ હોય તો ટોલ ટેક્સ નહીં વસૂલી શકાય! સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો

નવી દિલ્હીઃ ટોલ ટેક્સ મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે હાઈવે પર ખાડા હોય અને જે હાઈવે પર લાંબા સમયથી સુધી ટ્રાફિકજામ હોય તો વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ના વસૂલી શકાય! કેરળના ત્રિશૂર જિલ્લાના પલિયેક્કારા પ્લાઝા પર ટોલ ટેક્સ રોકી દેવાના કેરળ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને કન્સેશનિયર દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવીને નાગરિકાની ફાયદાને પ્રાધાન્ય આપ્યું છે.

આપણ વાંચો: ‘15 વર્ષથી વધુ ઉંમરની છોકરી તેની પસંદગી મુજબ લગ્ન કરી શકે…’ સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

કેરળ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

કેરલ હાઈકોર્ટમાં ગત 6 ઓગસ્ટે એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેમાં કોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને કન્સેશનિયરની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદાને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘નાગરિકોને તે માર્ગ પર ચાલવાની આઝાદી હોવી જોઈએ જેના માટે તેમણે પહેલા જ ટેક્સ ચૂકવી દીધો હોય! એટલું જ નહીં પરંતુ નાળાઓ અને ખાડાઓ વાળા રસ્તાઓ પર ચાલવા માટે લોકોને ટેક્સ આપવાની જરૂર નથી’.

આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ રદ કરવાની અરજી ફગાવી, કોણે કરી હતી આ અરજી?

હાઈવે પર ખાડાઓ હોય તો લોકો ટેક્સ શા માટે આપે?

ફરિયાદકર્તાએ એવો દાવો કર્યો હતો. ટ્રાફિક જામ માત્ર એટલા વિસ્તારમાં જ હતું જ્યાં અત્યારે અંડરપાસનું નિર્માણ કાર્યચાલી રહ્યું છે. જો કે, સુપ્રીમ કોર્ટે આ દાવાના ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો 65 કિમીના હાઈવે પર માત્ર 5 કિમી ચાલવામાં પણ વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે તો તેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે.

ટ્રાફિક મામલે સુપ્રીમ કોર્ટે શું ખુલાસો કર્યો?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો 65 કિમીના વિસ્તારમાં બ્લેક સ્પોટ પર 5 કિમીનો રસ્તો પણ પ્રભાવિત થાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે એવું પણ કહ્યું હતું કે, ગયા સપ્તાહના અંતે એડાપલ્લી-મનુથી વિભાગ 12 કલાક માટે બંધ રહ્યો હતો.

જો એક જ રસ્તા પરથી પસાર થવામાં 12 કલાક લાગે છે, તો વ્યક્તિએ 150 રૂપિયા શા માટે ચૂકવવા જોઈએ?’. જો કે, આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કન્સેશનિયરનું કહેવું છે કે, ટોલ ટેક્સના કારણે પ્રતિદિનનું 49 લાખ રૂપિયાનું નુકસાન થવાનું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button