ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

વોશીંગ્ટન ડી સી: મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન યુદ્ધ વિરામ કરાવવાનો શ્રેય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે લઇ રહ્યા છે, જેનો ભારતે વારંવાર વિરોધ કર્યો છે. સોમવારે ફરી યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ દરમિયાન સાત ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા.

કોરિયા રિપબ્લિકના રાષ્ટ્રપતિ સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહું, “મેં યુદ્ધો અટકાવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું થયું હોત, આ યુદ્ધ પરમાણુ યુદ્ધ બની શક્યું હોત. સંઘર્ષ દરમિયાન 7 જેટ તોડી પડવામાં આવ્યા હતાં.”

સાત યુદ્દો રોકવાનોઈ દાવો!

ટ્રંપે ફરી એક વાર દાવો કર્યો કે ભારત-પાકિસ્તાન સશસ્ત્ર સંઘર્ષ રોકવા માટે તેમણે વ્યાપાર દબાણનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, “મેં તેમને કહ્યું કે શું તમે વેપાર કરવા ઈચ્છો છો? જો તમે લડતા રહેશો, તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ, સમાધાન કરવા મારવા માટે તમારી પાસે 24 કલાક છે. તેમણે કહ્યું કે ઠીક છે, હવે કોઈ યુદ્ધ નહીં કરીએ. મેં વેપાર દબાણનો ઉપયોગ કર્યો અને મારાથી થઇ શકે એ બધું મેં કર્યું.”

ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે વિશ્વભરમાં સાત યુદ્ધો રોક્યા છે, જેમાંથી ચાર યુદ્ધો તેમણે ટેરિફ અને વેપાર દબાણ દ્વારા અટકાવ્યા છે. ટ્રમ્પે કહ્યું “મેં કહ્યું હતું કે જો તમે લડવા જ ઈચ્છતા હો અને બધાને મારવા ઇચ્છતા હો, તો તે ઠીક છે, હું તમારા પર 100 ટકા ટેરિફ લગાવીશ. પરિણામે, બધા પાછા હટી ગયા.”

આગાઉ આવો દાવો કર્યો હતો:

નોંધનીય છે કે ટ્રમ્પ સતત તેમના નિવેદનો બદલવા માટે જાણીતા છે. ગત મહિને કહ્યું હતું કે સંઘર્ષ દરમિયાન પાંચ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા, હવે તેઓ સાત વિમાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે કયા દેશે સામેના પક્ષને કેટલા જેટ તોડી પાડ્યા.

તાજેતરમાં ભારતના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ભારતે પાકિસ્તાનના છ વિમાનો તોડી પડ્યા હતાં જેમાં પાંચ ફાઇટર જેટ એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW&C) વિમાનનો સમાવેશ થાય છે.

આપણ વાંચો:  પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી! રમખાણ કેસમાં 75 નેતાને જેલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button