પહાડી વિસ્તારથી મેદાની વિસ્તાર સુધી સાંબેલાધાર વરસાદ, અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત | મુંબઈ સમાચાર
Top News

પહાડી વિસ્તારથી મેદાની વિસ્તાર સુધી સાંબેલાધાર વરસાદ, અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત

નવી દિલ્હી: ભારતભરમાં વિવિધ વરસાદી માહોલ છવાયો છે. પહાડી પ્રદેશોથી લઈ મેદાની વિસ્તારો સુધી ચોતરફા મેઘ મહેર જોવા મળી રહી છે. આ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેનાથી લોકોને સાવચેત રહેવું જરૂરી છે. ઉલ્લેખનીય છે ભાર વરસાદની અસર રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વર્તાઈ રહી છે.

રાજસ્થાનમાં પૂર

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં સવાઈ માધોપુર, બુંદી, ટોંક અને ધોળપુર જેવા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે અને જીવન વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે 13 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં જયપુર, કોટા અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. જો કે, કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે, પરંતુ પાલી અને જલોર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની અસર

જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને વરસી રહ્યો છે, જ્યાં ડકસુમ વેલીમાં નાની નાદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદથી પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે. કઠુઆમાં એક પુલ પાણીના ભારે પ્રવાહને કારણે વળી ગયો હતો, જેનાથી તેના તૂટવાનો ભય છે. તાવી નદીમાં પૂર આવવાથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, અને લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી અને ઉત્તરાખંડમાં વરસાદી અલર્ટ

રાજધાની દિલ્હીમાં આજે સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેનાથી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે અને હવામાન સુખદ બન્યું છે. હવામાન વિભાગે આખા દિવસ માટે ભારે વરસાદનું અલર્ટ આપ્યુ છે. તો બીજી બાજુ ઉત્તરાખંડમાં દેહરાદૂન, ઉત્તરકાશી અને ચમોલી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદને કારણે સ્કૂલો બંધ કરવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.

ગુજરાત અને મુંબઈમાં પણ વરસાદી તોફાન

ગુજરાતમાં પણ મોન્સુનની અસર જોરદાર જોવા મળી રહી, જ્યા રાજ્યના કિનારાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાનો છે. અમદાવાદમાં તાજેતરમાં 19 મિમી વરસાદ નોંધાયો હતો, જેનાથી સાબરમતી નદીનું જળસ્તરમાં ભારે વધારો થયો હતો. તો મુંબઈમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો, પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદનું અલર્ટ કરવામાં આવ્યું છે, જેનાથી શહેરમાં પૂર જેવી સ્થિતિનો ભય છે.

આ પણ વાંચો…ગુજરાતમાં સિઝનનો 81 ટકા વરસાદ નોંધાયો, આ તાલુકામાં સૌથી મેઘમહેર થઈ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button