કન્ફર્મ ટિકિટની ડેટ હવે બદલી શકાશે! રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો ક્યારથી સુવિધા મળશે? | મુંબઈ સમાચાર
Top News

કન્ફર્મ ટિકિટની ડેટ હવે બદલી શકાશે! રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો ક્યારથી સુવિધા મળશે?

નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં વહેલા રિઝર્વેશન કરવાની પ્રણાલીને કારણે અનેક વખત ફાયદો થાય છે, પરંતુ અમુક વખતે પ્રવાસીઓને છેલ્લી ઘડીએ ટ્રેનની ટિકિટ પણ કેન્સલ કરવાની ફરજ પડે છે, પણ હવે રેલવે ઓનલાઈનના બાબતમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

રેલવે ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં રેલવે મોટો ફેરફાર કરવાની યોજના ઘડી છે. હવે પ્રવાસીઓ વધુ પૈસા આપ્યા વિના ટિકિટની તારીખમાં બદલાવ કરી શકશે, જેથી ટિકિટ રદ કરવાની ઝંઝટ પણ દૂર થશે.

આપણ વાંચો: ‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે

અમુક સંજોગોમાં છેલ્લી ઘડીએ યોજના ચેન્જ કરવામાં આવતા ટિકિટ રદ કરવાની ફરજ પડે છે, પણ હવે એમ થશે નહીં. પ્રવાસી છેલ્લી ઘડીએ યોજના બદલાઈ તો બુકિંગ ડેટમાં ચેન્જ કરાવી શકશે. ટિકિટમાં ટ્રાવેલ ડેટ ચેન્જ કરીને કન્ફર્મ ટિકિટ મળવાની પણ સંભાવના રહેશે.

દા.ત. તમારે 20 નવેમ્બરે અમદાવાદ જવું છે, પરંતુ છેલ્લી ઘડીએ પાંચ દિવસ પછી નક્કી કરો એટલે 25 નવેમ્બરે જવાનું નક્કી કરવું હોય તો ઓનલાઈન ડેટ બદલવાની સુવિધા મળશે. એટલે ટિકિટ રદ કર્યા પછી નવી ટિકિટ લેવી પડે છે પણ સરકાર એમાં સુધારો કરશે. જેમાં ડેટ બદલીને એ જ ટિકિટ પર મુસાફરી કરી શકશો.

આ મુદ્દે આગામી વર્ષ એટલે જાન્યુઆરી મહિનાથી આ સુવિધા મળી શકે છે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

આપણ વાંચો: પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે ભારતીય રેલવેના નિયમો! જાણો રિઝર્વેશન અને તત્કાલ બુકિંગના નવા ફેરફારો…

મળતી માહિતી અનુસાર પૈસા આપ્યા વિના પ્રવાસી પોતાની કન્ફર્મ ટિકિટમાં ઓનલાઈન ચેન્જ કરાવી શકશે. અત્યારના નિયમો અનુસાર પ્રવાસી પોતાનો પ્રવાસ બદલાતા ટિકિટ રદ કરાવે છે અને નવી ટિકિટ બુક કરાવવી પડે છે, જેના પર કેન્સલેશન ચાર્જ પણ લાગે છે, જેનાથી પ્રવાસીને હેરાનગતિ થાય છે, જ્યારે નવી ટિકિટ મળવાનું પણ મુશ્કેલ રહે છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે નવા નિયમોમાં કન્ફર્મ ટિકિટ રદ કર્યા પછી નવી ટિકિટમાં રિઝર્વશન ટિકિટ મળવાની પણ ગેરન્ટી હોતી નથી, કારણ કે રેલવે પાસે સીટની ઉપલ્બધતા પર નિર્ભર રહે છે એની સાથે નવી ટિકિટોની કિંમત વધારે રહે છે, જ્યારે પ્રવાસીને પણ તેનો ડિફરન્સ ચૂકવવો પડે છે. નવા નિયમથી એ પ્રવાસીને પણ ફાયદો થશે, જે પોતાની ટ્રાવેલ ડેટ બદલવા ઇચ્છે છે.

આપણ વાંચો: રિઝર્વેશનની ટિકિટ Waitingમાં કઈ રીતે જઈ શકે, જાણો રેલવેએ શું આપ્યો જવાબ

રિઝર્વેશનની કેન્સલેશન પોલિસી

વર્તમાન નિયમો મુજબ ટ્રેનના રવાના થયાના 48થી 12 કલાક પૂર્વે કન્ફર્મ ટિકિટ રદ કરતા ભાડાના દરમાં 25 ટકા કાપ મૂકવામાં આવે છે, જ્યારે ટ્રેનના પ્રસ્થાન પૂર્વે 12થી ચાર કલાક પૂર્વેની ટિકિટનું ભાડું વધે છે, જ્યારે એક વખત ચાર્ટ તૈયાર થઈ ગયા પછી રિફંડ મળતું નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button