પવઈમાં 20થી વધુ ટીનએજરને બંધક બનાવ્યા: પોલીસના સફળ ઑપરેશન પછી આરોપી પકડાયો | મુંબઈ સમાચાર
Top Newsઆમચી મુંબઈ

પવઈમાં 20થી વધુ ટીનએજરને બંધક બનાવ્યા: પોલીસના સફળ ઑપરેશન પછી આરોપી પકડાયો

મુંબઈ: મુંબઈના પવઈ વિસ્તારમાં કથિત માનસિક અસ્થિર યુવાને ફિલ્મના શૂટિંગને બહાને 20થી વધુ ટીનએજરને બંધક બનાવતા ખળભળાટ મચી ગયો હતો. લગભગ કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ પોલીસે આરોપીને તાબામાં લઈ ટીનએજરોને હેમખેમ ઉગારી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની બપોરે એલ ઍન્ડ ટી બિલ્ડિંગ નજીકના આર. એ. સ્ટુડિયોમાં બની હતી. તાબામાં લેવાયેલા યુવાનની ઓળખ રોહિત આર્યા તરીકે થઈ હતી.

કહેવાય છે કે શૂટિંગ માટે ઓડિશનને બહાને ટીનએજરોને સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. અંદાજે 15 વર્ષની વર્યના છોકરા-છોકરી સ્ટુડિયોમાં પહોંચ્યાં પછી આરોપીનો ડ્રામા શરૂ થયો હતો. પોતાની માગણી સંદર્ભેનો એક વીડિયો પણ આરોપીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે બાદમાં ખાસ્સો વાયરલ થયો હતો.

આપણ વાચો: નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ: મુખ્ય શિક્ષકનો દાવો

બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપી સાથે વાતચીતથી મામલાની પતાવટ કરવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. જોકે બાદમાં ચાલાકી વાપરી પોલીસે આરોપીને તાબામાં લેવામાં સફળતા મેળવી હતી.

જૉઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ટીનએજરોને આરોપીની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે છોડાવાયા હતા. ટીનએજરોને તેમના વડીલોને સોંપાયા હતા. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button