પીએમ મોદીની ડિગ્રી 'સાર્વજનિક' નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

પીએમ મોદીની ડિગ્રી ‘સાર્વજનિક’ નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો

નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મામલે દિલ્હી હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને રદ કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા દિલ્હી યુનિવર્સિટી (DU)ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકાર્યો અને દિલ્હી યુનિવર્સિટીની અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો છે.

આપણ વાંચો: દિલ્હી હાઈ કોર્ટે બ્રિજભૂષણ સિંહને કોઈ રાહત ન આપી, કોર્ટમાં કરી આવી દલીલ

વિદ્યાર્થીઓના રેકોર્ડની તપાસની મંજૂરી આપી હતી

વિગતે વાત કરવામાં આવે તો, DU એ 2017 માં CIC ના આદેશ સામે અરજી દાખલ કરી હતી જેમાં 1978માં BA પ્રોગ્રામ પાસ કરનારા વિદ્યાર્થીઓના રેકોર્ડની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ પણ તે જ સમયે આ પરીક્ષા પાસ કરી હતી. જો કે, 24 જાન્યુઆરી 2017ના રોજ પ્રથમ સુનાવણીના દિવસે આ આદેશ પર રોક લગાવવામાં આવી હતી. અત્યારે દિલ્હી હાઈ કોર્ટે 27મી ફેબ્રુઆરીએ આદેશને મૌકુફ રાખ્યો હતો.

આપણ વાંચો: અમૂલ આઈસ્ક્રીમમાંથી કાનખજુરો ન હતો નીકળ્યો? દિલ્હી હાઈ કોર્ટે પોસ્ટ દૂર કરવા કેમ આદેશ આપ્યો

યુનિવર્સિટી દ્વારા હાઈ કોર્ટેમાં કેવી દલીલ કરી?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીરજ નામના વ્યક્તિએ આરટીઆઈ કરી હતી. આ અરજી બાદ સીઆઈસીએ 1978માં બીએસ સાથે પાસ થયેલા દરેક વિદ્યાર્થીઓનો રેકોર્ડની ચકાસણી કરવાની મંજૂરી આપી દીધી હતી.

જેથી દિલ્હી યુનિવર્સિટીએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરીને સીઆઈસીના આદેશને પડકાર્યો હતો. કોર્ટમાં એવા દલીલ કરાવમાં આવી કે સીઆઈસી દ્વારા જે વિવાદિત આદેશ આપવામાં આવ્યો છે તેને રદ્દ કરવાની માંગણી કરી હતી.

યુનિવર્સિટી તરફથી કેસ લડતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોર્ટને રેકોર્ડ દેખાડવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ અજાણ્યાઓ દ્વારા ચકાસણી માટે રેકોર્ડ ખુલ્લા રાખી શકાય નહીં! આ દલીલો બાદ હાઈ કોર્ટે ચુકાદો આપ્યો કે આ માહિતી સાર્વજનિક કરવામાં આવશે નહીં!

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button