ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્, 19 જિલ્લા માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ | મુંબઈ સમાચાર
Top News

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્, 19 જિલ્લા માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદી માહોલ છેવાયેલો છે. જેના પગલે ઠેર ઠેર સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ પણ આ વરસાદી માહોલ છવાયેલો રહેવાની સંભાવના છે, જેમાં અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતભરમાં વરસાદી મોહલ જોવા મળી રહ્યો છે.

આજે 26 ઓગસ્ટના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આ છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર અને ભાવનગર જેવા વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 19 જિલ્લામાં વરસાદનું જોર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, મોન્સૂન ટ્રફ બિકાનેરથી શરૂ કરીને જયપુર, આગ્રા, પ્રયાગરાજ જેવા વિસ્તારોમાંથી પસાર થઈને બંગાળની ખાડી તરફ જતું રહ્યું છે. જોકે દક્ષિણ હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાનમાં પર એર સર્ક્યુલેશન છે, જે દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે. વળી, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા પર લો-પ્રેશર વિસ્તાર બનવાની વરસાદની સંભાવના સેવાય રહી છે.

હવામાન વિભાગ પ્રમાણે આ અઠવાડિયે દરિયામાં ભારે મોજા અને પવનની ગતિ 45થી 55 કિમી પ્રતિ કલાકની રહેવાની આશા છે, જેમાં ઝાટકાના પવન 65 કિમી સુધી પહોંચી શકે છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તો રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેના કારણે 8 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાયું છે, અને કાંઠાના ગામોને સાવધાન કરાયા છે.

ગઈકાલે 25 ઓગસ્ટના સોમવારે સુરત, સાબરકાંઠા, વડોદરા જેવા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજ્યભરમાં હળવા ઝાપટા જોવા મળ્યા. આ વરસાદી પ્રવૃત્તિને કારણે સ્થાનિક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી નાગરિકોને તૈયાર રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87.45 ટકા વરસાદ, રાજ્યમાં 143 તાલુકામાં ભીંજાયા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button