Top Newsઆમચી મુંબઈ

‘ભારત ગ્લોબલ સાઉથ માટે આશાનું કિરણ છે’: ફિનટેક ફેસ્ટમાં PM મોદીએ વિશ્વને આપ્યો મહત્ત્વનો મેસેજ

મુંબઈઃ યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મર ભારતના પ્રવાસે છે. તે દરમ્યાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કીર સ્ટાર્મરે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં હાજરી આપી હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશો માટે આશાનું કિરણ છે. ભારતમાં લોકશાહીની ભાવના શાસનનો મજબૂત સ્તંભ છે. છેલ્લા દાયકામાં, ભારતે ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે. આજે, ભારત ટેકનોલોજીનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે.

કીર સ્ટાર્મરની સામે પીએમ મોદીએ કહ્યું કે ભારત જે કરી રહ્યું છે, તે ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો માટે આશાનું કિરણ છે. ભારત તેના ડિજિટલ ઇનોવેશનથી વિશ્વમાં ડિજિટલ કોઓપરેશન અને ડિજિટલ ભાગીદારી વધારવા માંગે છે, તેથી અમે વૈશ્વિક જાહેર હિત માટે અમારા અનુભવો અને ઓપન સોર્સ પ્લેટફોર્મ બંને શેર કરી રહ્યા છીએ.

ટેકનોલોજી એ માત્ર સુવિધા નથી, તે સમાનતાનું સાધન છે.
પીએમ મોદીએ કહ્યું આજે, દુનિયા AI માટે વિશ્વાસ અને સલામતીના નિયમો પર ચર્ચા કરી રહી છે, પરંતુ ભારતે તેના માટે પહેલેથી જ વિશ્વાસ નિર્માણ કર્યો છે. ભારતના AI મિશનમાં ડેટા અને ગોપનીયતા બંને બાબતોને હેન્ડલ કરવાની ક્ષમતા છે.
ભારતે સાબિત કર્યું છે કે ટેકનોલોજી ફક્ત સુવિધા જ નહીં, પરંતુ સમાનતાનું સાધન પણ છે. આ અભિગમે આપણી બેંકિંગ પ્રણાલીમાં પરિવર્તન લાવ્યું છે. આજે, ડિજિટલ પેમેન્ટ રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. આ JAM (જન ધન, આધાર અને મોબાઇલ) ત્રિમૂર્તિને આભારી છે.

યુક્રેન અને ગાઝા પર ચર્ચા

પીએમ મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક સમિટમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે કહ્યું, “અમે યુક્રેન અને ગાઝા પર પણ ચર્ચા કરી. ભારત શાંતિ ઇચ્છે છે. વૈશ્વિક અસ્થિરતાના સમયમાં ભારત અને યુકેના સંબંધો મજબૂત રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, “મને ખુશી છે કે ભારતનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક નવા ઇકોસિસ્ટમને જન્મ આપી રહ્યું છે. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) નાના દુકાનદારો અને MSME માટે વરદાન સાબિત થઈ રહ્યું છે, જે તેમને નવા બજારો સુધી પહોંચવામાં મદદ કરી રહ્યું છે. તેવી જ રીતે, OCEN એ નાના ઉદ્યોગસાહસિકો માટે લોન મેળવવી સરળ બનાવી છે.

આપણ વાંચો : ‘મેક ઇન ઇન્ડિયા’માં ગુજરાત મોખરે: 15 વર્ષમાં ઑટો ઉત્પાદનમાં 22 ગણો વધારો, ₹ 71,425 કરોડનું રેકોર્ડ ઉત્પાદન!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button