Top Newsઇન્ટરનેશનલનેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા: ફેક્ટરીમાં ગોળી મારી ઢીમ ઢાળ્યું

ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં લઘુમતીઓને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એક હિંદુ યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. લઘુમતીઓમાં ખાસ કરીને હિંદુઓ પર હુમલાઓ વધ્યા છે, જ્યારે જ્યારે વધતા હુમલાને લઈ ભારત સહિત સમગ્ર દુનિયાભરના હિંદુઓમાં બાંગ્લાદેશ પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. હિંદુઓ પર વધતા હુમલાને લઈ માનવ અધિકાર સંગઠનોએ પણ બાંગ્લાદેશ સરકારને વખોડી નાખી હતી.

સોમવારે વધુ એક યુવકની ફેક્ટરીમાં મુસ્લિમ મિત્રએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. સોમવારે રાતના 6.45 વાગ્યાના સુમારે મેહરાબારી વિસ્તાર સ્થિત સુલ્તાન સ્વેટર્સ લિમિટેડ (લાબીબ ગ્રુપ)માં ફાયરિંગ થયું હતું.

આપણ વાચો: બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાનો સિલસિલો યથાવતઃ વધુ એક યુવકની ‘મોબ લિંચિંગ’માં હત્યા

ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ બજેન્દ્ર બિશ્વાસનું ગોળી વાગવાથી મોત થયું હતું. પોલીસે આરોપી નોમાન મિયા (29)ની ધરપકડ પણ કરી છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વધતી હત્યા મુદ્દે હિંદુઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે.

સોમવારે રાતના 6.45 વાગ્યાના સુમારે મેહરાબારી વિસ્તારની ફેક્ટરીમાં બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર બજેન્દ્ર બિશ્વાસ અને નોમાન મિયા ફેક્ટરી પરિસરમાં હતા ત્યારે બંને વચ્ચે વાતચીત વખતે શોટગનથી નોમાન મિયાએ બજેન્દ્ર પર ફાયરિંગ કર્યું હતું.

આપણ વાચો: હિંદુ યુવકની કરપીણ હત્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓનું વિરોધ પ્રદર્શન, જાણો શું હતું હત્યાનું અસલી કારણ?

અચાનક ફાયરિંગમાં બજેન્દ્રને ગંભીર ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપીએ નિવેદનમાં કહ્યું હતું કે મજાકમાં ગોળીબાર કર્યો હતો, પરંતુ હવે સવાલ થાય છે કે મજાકમાં ગોળી ચલાવી કે પછી કોઈ ષડયંત્ર હતું.

મૃતક બજેન્દ્ર બિશ્વાસ સિલહટ સ્થિત કાદિરપુર ગામનો રહેવાસી છે, જ્યારે પરિવારમાં એક માત્ર કમાવનાર હતો. આરોપી નોમાન સુનામગંજ જિલ્લાના તાહેરપુરનો રહેવાસી છે. પોલીસે આરોપીની અટક કરી છે, જ્યારે શોટગન પણ જપ્ત કરી છે. હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અઢારમી ડિસેમ્બરના દીપુ દાસની હત્યા કરવામાં આવી હતી. દીપ દાસ ચંદ્ર નામના હિંદુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. માનવ અધિકાર સંગઠનોએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધની હિંસા, અપમાન અને હત્યાના કિસ્સામાં વધારો થયો છે, પરંતુ અનેક કિસ્સામાં કડક કાર્યવાહી થતી નથી. છેલ્લા દસ દિવસમાં ત્રીજા યુવકની હત્યા કરવામાં આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button