કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? 80% વિઝા એપ્લીકેશન રદ | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલનેશનલ

કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? 80% વિઝા એપ્લીકેશન રદ

મુંબઈ: વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા છેલ્લા ઘણા વર્ષોથી પસંદગીનું સ્થળ રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2024 માં કેનેડામાં લગભગ 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. પરંતુ હવે કનેડાએ તેની વિઝા પોલિસી કડક બનાવવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ વર્ષ 2025 માં અત્યાર સુધી કેનેડાએ 80% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા એપ્લીકેશન નકારી કાઢી છે.

દાયકાઓથી યુએસ અને કેનેડા વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી રહ્યા છે. હાઈ ક્વોલીટી શિક્ષણ માટે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સીટીઝમાં પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ તેજતરના વર્ષોમાં આ આંકડા ઝડપથી બદલાઈ રહ્યા છે. કેનેડિયન સરકારના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2024 માં ફક્ત 1.88 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં પ્રવેશ મેળવ્યો હતો, આ આંકડો બે વર્ષ પહેલાં નોંધાયેલા પ્રવેશ કરતાં અડધો છે.

કેનેડા વિદેશી વિદ્યાર્થીઓમાટે દ્વાર બંધ કરી રહ્યું છે?
કેનેડા સરકાર સરકાર 2025માં 4,37,000 સ્ટડી પરમિટ જ આપવાની છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 10% ઓછી છે. જેમાંથી 73,000 પોસ્ટગ્રેજ્યુએટ માટે, 2,43,000 અંડરગ્રેજ્યુએટ અને આશરે 1,20,000 રિન્યુઅલ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હશે.

જાણકારોના જણાવ્યા મુજબ યુએસ તેની ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે અને વિદેશી વિદ્યાર્થીઓ પર વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, ત્યાં ત્યારે તેનો પાડોશી દેશ કેનેડા વિદેશી વિદ્યાર્થીઓને આવકારવાને બદલે તેના દરવાજા બંધ કરી રહ્યો છે. જેના પાછળ ઘણાં કારણો જવાબદાર છે. અહેવાલ મુજબ ડોમેસ્ટિક હાઉસિંગમાં ઉભી થયેલી અછત, માળખાગત સુવિધાઓ પર દબાણ અને સ્થાનિક રાજકીય માંગણીઓને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકાર આ કાર્યવાહી કરવાની ફરજ પાડી છે.

કેનેડામાં વિઝા મેળવવા મુશ્કેલ બન્યું:
કેનેડામાં હવે વિદ્યાર્થીઓએ પાસે વધુ ફાઇનાન્સિયલ રીક્વાયર્મેન્ટ, વિગતવાર સ્ટડી પ્લાન અને લેન્ગવેજ ટેસ્ટ માંગવામાં આવી રહી છે. અહેવાલ મુજબ હવે કેનેડામાં અભ્યાસ માટે મિનિમમ ફાઇનાન્સિયલ રીક્વાયર્મેન્ટ બમણી થઈને CA$20,000 થી વધુ થઈ ગઈ છે. કેનેડામાં વર્ક રૂલ્સ પણ કડક બનાવવામાં આવ્યા છે. કોલેજ ગ્રેજ્યુએટ્સ માટે લેન્ગવેજ ટેસ્ટ પણ કડક બનાવવામાં આવી છે, અને કેટલીક પોસ્ટ-ગ્રેજ્યુએશન એપ્લોયમેન્ટની તકો પણ બંધ કરવામાં આવી છે. ઝડપી વિઝા મંજૂરી માટેની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ પણ બંધ કરવામાં આવી છે.

કેનેડા તરફથી વીઝા એપ્લીકેશન રીજેક્ટ થવાનું પ્રમાણ વધતા વિદ્યાર્થીઓના માતાપિતાએ કલાસીસ, એપ્લીકેશન, ટેસ્ટ અને ફી માટે ખર્ચેલા નાણા બરબાદ થઇ રહ્યા છે.

વિદ્યાર્થીઓ જર્મની તરફ વળ્યા:
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાએ દરવાજા બંધ કરતા વિદ્યાર્થીઓ જર્મની તરફ વળી રહ્યા છે. અહેવાલ મુજબ વર્ષ 2024માં વિદેશ અભ્યાસ કરવા ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓમાંથી 31% એ જર્મનીમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે કેનેડાનો હિસ્સો 2022 માં 18% થી ઘટીને 2024 માં 9% થઈ ગયો.

જર્મની કેમ બન્યું પહેલી પસંદ:
જર્મનીની પબ્લિક યુનિવર્સિટીઓમાં મફત અભ્યાસ પૂરો પડવામાં આવે છે અને અંગ્રેજી ભાષાના પ્રોગ્રામ્સમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. જર્મની ટેકનોલોજી, મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઉત્તર અમેરિકાની તુલનામાં ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી રહ્યું છે.

જર્મનીના ફેડરલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બમણું થઇ ગયું છે.

આપણ વાંચો:  આ રાજ્યમાં સરકારે શંકાસ્પદ વિદેશીઓને આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ, નહીં તો થશે દેશનિકાલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button