બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશો યોગી આદિત્યનાથની બાયોપિક જોશે! જાણો શું છે વિવાદ

મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ ‘અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’(Ajey: The Untold Story of a Yogi)નું ટ્રેઇલર રિલીઝ થઇ ચુક્યું છે, તેમના સમર્થકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. રિલીઝ પહેલા આ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ફિલ્મની રિલીઝમાં માટે મંજુરી આપી નથી, ફિલ્મના નિર્માતાઓ આ મામલે બોમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યા છે. હાઈ કોર્ટના ન્યાયધીશો આ ફિલ્મ જોશે અને ચુકાદો આપશે.
નિર્માતા સમ્રાટ સિનેમેટિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો આરોપ છે કે CBFC ફિલ્મની રિલીઝને મંસર્ટીફીકેટ આપવા જાણી જોઈને વિલંબ કરી રહી છે. નિર્માતાના જણાવ્યા મુજબ આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના પુસ્તક “ધ મોન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર: ધ ડેફિનેટીવ બાયોગ્રાફી ઓફ યોગી આદિત્યનાથ” (2017) પર આધારિત છે આ પુસ્તકને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા સત્તાવાર રીતે ટેકો આપવામાં આવ્યો હતો.
CBFC કરી રહ્યું છે વિલંબ:
સમ્રાટ સિનેમેટિક્સના જણાવ્યા મુજબ ફિલ્મ રિલીઝ કરવા માટે સર્ટીફીકેટ મેળવવા તેમણે ગત 5 જૂનના રોજ અરજી કરી હતી. નિયમો મુજબ, CBFC એ સાત દિવસની અંદર અરજીની તપાસ કરવાની હોય છે અને 15 દિવસની અંદર સમિતિ સમક્ષ રજૂ કરવાની હોય છે. પરંતુ CBFC એ એક મહિનાથી વધુ સમય સુધી નિર્માતાઓને કોઈ જવાબ ન આપ્યો, ત્યારે ફરીથી અરજી કરવામાં આવી. ત્યાર બાદ CBFC એ 7 જુલાઈના રોજ ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું, પરંતુ તે બાદમાં રદ કરવામાં આવ્યું હતું.
હાઈકોર્ટ માં મામલો:
ત્યાર બાદ CBFC દ્વારા કોઈ અપડેટ ન મળતા નિર્માતા હાઈકોર્ટ પહોંચ્યા. 16 જુલાઈના રોજ હાઈ કોર્ટના ન્યાયાધીશ રેવતી મોહિતે-ડેરે અને નીલા કે. ગોખલેની ડિવિઝન બેન્ચે CBFCને સમયમર્યાદાની અંદર ફિલ્મને સર્ટીફીકેટ આપવા નિર્દેશ આપ્યા. બીજા દિવસે, CBFCએ બે કાર્યકારી દિવસોમાં નિર્માતાની અરજી પર નિર્ણય લેવા ખાતરી આપી.
21 જુલાઈના CBFC દ્વારા ફિલ્મ નિર્માતાઓને જણાવવામાં અવાયું કે તેમની અરજી નકારી કાઢવામાં આવી છે. ત્યારબાદ, નિર્માતાએ હાઈ કોર્ટમાં બીજી રિટ પીટીશન દાખલ કરી.
CBFCએ ફિલ્મ જોયા વગર જ નિર્ણય લીધો?
1 ઓગસ્ટના રોજ હાઈકોર્ટે નોંધાયું કે CBFC એ ફિલ્મ જોયા વગર જ નિર્માતાઓની અરજી નામંજૂર કરી હતી. CBFCની દલીલ હતી કે આ ફિલ્મ એક બંધારણીય પદ (ઉત્તર પ્રદેશબ મુખ્ય પ્રધાન) પર આધારિત હતી કોર્ટે CBFCને ફિલ્મ જોવા અને પછી નિર્ણય કરવા નિર્દેશ આપ્યો.
CBFCએ ફિલ્મ સામે વાંધા ઉઠાવ્યા:
કોર્ટના નિર્દેશ બાદ CBFCની સમીતિ સમક્ષ ફીલ્મ રજુ કરવામાં આવી. 6 ઓગસ્ટના રોજ CBFCએ ફિલ્મને મંજરી આપવાનો ઇનકાર કરી દીધો. CBFC ના મતે ફિલ્મમાં વંશીય, ધાર્મિક અથવા અન્ય જૂથો માટે અપમાનજનક દ્રશ્યો અથવા શબ્દો રજૂ કરવામાં આવ્યા છે. માધ્યમે સમાજના મૂલ્યો અને ધોરણો પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ.
નિર્માતાએ બોર્ડની રિવિઝન કમિટી સમક્ષ અરજીકરી. CBFC એ 29 વાંધા ઉઠાવ્યા હતા, બાદ આઠ પાછા ખેંચી લેવામાં આવ્યા. 17 ઓગસ્ટના રોજ, CBFC ની રિવિઝન કમિટીએ પણ નિર્માતાની અરજી ફગાવી દીધી. CBFC એ ખાનગી વ્યક્તિ (મુખ્ય પ્રધાન આદિત્યનાથ) પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા કહ્યું.
નિર્માતાની દલીલ:
ત્યાર બાદ નિર્માતા એ ફરી હાઈકોર્ટમાં અરજી કરી. નિર્માતાએ દલીલ કરી હતી કે રિવિઝન કમિટીનો નિર્ણય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અરજદારે કહ્યું કે ખાનગી વ્યક્તિના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ CBFCનું કાર્ય નથી.
ત્યાર બાદ ન્યાયાધીશોએ કહ્યું કે તેઓ આ ફિલ્મ જોશે, ત્યાર બાદ રિવાઇઝિંગ કમિટીએ ઉઠ્વેલા વાંધાઓ પર વિચાર કરશે.