Top Newsનેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશ: પ્રાથમિક રિપોર્ટમાં પાઈલટની ભૂલનો ઉલ્લેખ નહીં, સરકારે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને AAIB (Aircraft Accident Investigation Bureau (India)નો રિપોર્ટમાં પાઇલટ સુમિત સભરવાલને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. જેને લઈને ન્યાયની માંગ સાથે સુમિત સભરવાલના પિતા પુષ્કર રાજ સભરવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોર્ટે પાઇલટના 91 વર્ષીય પિતાને આશ્વાસન આપતા કહ્યું હતું કે તમારા પુત્રને દોષી ઠેરવવામાં આવી રહ્યો છે, તમારે એવું માનવાનો બોજ પોતાના માથે ન રાખવો જોઈએ. પ્રારંભિક તપાસ આવા કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. હવે કેન્દ્ર સરકારે પણ આ તપાસ રિપોર્ટને લઈને સૌથી મોટી સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

આપણ વાચો: માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ‘લકી મેન’, જાણો તેના લક્ષણો અને ઉપાય…

મીડિયાના અહેવાલોએ ગેરસમજણ ફેલાવી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેન્દ્ર સરકાર વતી સ્પષ્ટ કર્યું કે AAIBના પ્રારંભિક રિપોર્ટમાં પાઇલટને દોષી ગણવામાં આવ્યા નથી. કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા આ અંગે ગેરસમજણ ફેલાવવામાં આવી હતી, જેને દૂર કરવા માટે આ સ્પષ્ટતા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નિવેદન એવા સમયે આપ્યું છે કે, જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર DGCA અને અન્ય એજન્સીને નોટિસ આપીને જવાબ માંગ્યો છે.

પાઇલટની ભૂલ અંગે કોર્ટે કરી સ્પષ્ટતા

સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરે કરેલી પોતાની સુનાવણીમાં પણ કહ્યું હતું કે વિદેશી મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો ખોટા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ 22 સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન તપાસ અહેવાલના પસંદગીના ભાગોના પ્રકાશન પર નારાજગી વ્યક્ત કરી હતી,

જેમાં અકસ્માત માટે પાઇલટની ભૂલને પ્રકાશિત કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી. તેથી સંપૂર્ણ ગુપ્તતા જાળવવી જરૂરી છે.

આપણ વાચો: AAIB રિપોર્ટ સામે પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી, અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની કરી માંગ

અમદાવાદના ઇતિહાસનો કાળો દિવસ

ઉલ્લેખનીય છે કે 12 જૂનના અમદાવાદ એરપોર્ટથી લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી થોડી મિનિટોમાં જ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું, જ્યાં મેડિકલ વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા.

આ અકસ્માતમાં પાઇલટ, ક્રૂ અને મુસાફરો સહિત 241 લોકોના મોત થયા હતા, જ્યારે માત્ર એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં મેડિકલ કોલેજમાં પણ ઓગણીસ લોકોના મોત થયા હતા, જેનાથી અનેક પરિવારોમાં ન પૂરાય તેવી ખોટ પડી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button