મોહનથાળમાં મીઠાશ છે એટલી મોહનના થાળમાં નથી!

મોજની ખોજ – સુભાષ ઠાકર
અરે, પૂજારી... આ દોઢ વાગ્યો અર્હીં દર્શન કરવા માટે મદારીના નાગની જેમ ડોકીઓ ડાભે-જમણે ડોલવા લાગી છે ને એક-બે ડોકી જો નીકળી ગઈ તો ચોટાડવા તારા બાપુજી આવશે?' ચંબુ ભડક્યો
પ્લીઝ, આમાં બાપુજીને વચ્ચે ન લાવો’ પૂજારી બોલ્યો
`બકા, હું તારી બાના સોગંદ ખાઈને કહુ છું કે મારી બાને સારા દિવસો જતા હતા ત્યારે મેં આટલી રાહ નહોતી જોવડાવી ને મારો દીકરો પણ સમયસર ટપકી પડેલો ને અહીં કૃષ્ણજન્મની રાહ જોવામાં ત્રણ કલાકથી ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.’
કાગડોળે જુવે કે કબૂતરડોળે... ટ્રસ્ટી કૃષ્ણશંકર શાસ્ત્રી હજી ટ્રાફિકમાં..'
તારા કૃષ્ણશંકરની તો હમણાં કઉ એ.’ ચંબુની છટકી નઈ હમણાં કઈ નઈ કહેતા પ્લીઝ, મને ભગવાન કૃષ્ણ નઈ પણ કૃષ્ણશંકર સાચવે છે. મારી નોકરી જશે.'
અરે.,તારી નોકરી જશે તો બીજી મળશે પણ ભીડમાં કોઈનો જીવ ઉપર જશે તો યમરાજ પાછો આપવા નઈ આવે. સમજ્યો?
અમે પાંચ મિનિટ રાહ જોઈશુ નઈતર..'
નઈતર …નઈતર કરી મને ગભરાવો છો? બોલો શું કરશો?’
`એ તો હજી નક્કી નથી કર્યું પણ કઈક તો કરશું. અરે મંદિર બહાર કૃષ્ણ વગર જન્મોત્સવ ઉજવશું…’ નંદ ઘેર આનંદ ભયો’ની સીડી વગાડી બધાને નચાવશું’
એટલામાં તો સોરી...સોરી...મિચ્છામી દુકકડમ... માફ કરો થોડું લેટ થઇ ગયું' બોલતા બોલતા શાસ્ત્રી પધાર્યા. પંદર સેક્નડમાં તો પડદો ખુલ્યો... ને પાણીનો છંટકાવ થયો ને
હાથી ઘોડા પાલખી જય કૈનૈયા લાલકી’ના જયઘોષ ગૂંજી ઉઠ્યો ત્યાંથી પૂજારીએ મને કૃષ્ણજન્મની સીડી ચાલુ કરવા ઈશારો કર્યો. ભક્તોનું ટોળું ડાન્સ કરવાના મૂડમાં આવી ગયું..
પણ આ શું? સો મણનો ધડાકો ને ધબડકો… સીડીમાંથી તો `દેવા હો દેવા ગણપતી દેવા…તુમસે બઢકર…’ ચાલુ થયુ ને હું ચમક્યો.
જન્માષ્ટમીમાં ગણેશની સીડી? પૂજારી સળગતી બીડી પર પગ પડ્યો હોય એમ અઢી ઇંચ ઉછળ્યો. ભક્તોનું ટોળું વાઈબ્રેટર મોડ પર આવી ગયુ. વાતાવરણ તંગ થઇ ગયુ ને શાસ્ત્રીજી દંગ થઇ ગયા ને સ્વરપેટી બહાર આવી જાય એટલા જોરથી બરાડ્યા `ચંબુઉઉઉ, વોટ ઈઝ ધીસ?’
સર. ધીસ ઈઝ સીડી બટ' મેં ઠંડે કલેજે કીધું
અરે, બંધ કર તારું બટ ને સીડી કર કટ… આ સીડી…’થઇ જાય સર... ભૂલ થઇ જાય મૂળ કૃષ્ણની સીડી કદાચ બાપુજી લઇ ગયા હશે ને મોટો ગોટાળો.'
ઠોકી દો કોઈ ભક્ત ચંબુને ડાભા હાથની ઠોકી દો મારી તબિયત બરાબર નથી એટલે…બુદ્ધિના બળદીયા…’ શાસ્ત્રી ભડક્યાતમે મને બુદ્ધિના બળદિયા કહો કે આખલો. બુદ્ધિની ગાય ભેશ કે બકરી કહો પણ હવે ગણપતિની સીડી વાગી જ છે તો ગણપતિને ઉજવીએ પછી કૃષ્ણની આવશે ત્યારે જોઈશું. મૂળ તો આ પણ ભગવાન જ છે ને?'
ચુપ એકદમ ચુપ’ શાસ્ત્રીનો અવાજ તરડાયો લાલચોળ થઇ ગયા
કળિયુગ...ઘોર કળિયુગ...અરે કાલે ઉઠીને તારાથી માતાજીના ગરબાની સીડી ચાલુ થાય તો અમારે શું નવરાત્રિ શરૂ કરવી?'
હા, એમાં શું?’એ એમાં શુંની સગલી, ખબરદાર જો બીજીવાર સીડી લાવવામાં ભૂલ કરી તો મંદિરની સીડી પરથી તને બહાર ફેકી દઈશું. સમજ્યો? અરે કોઈ આને લઇ જાઓ નઈતર કૃષ્ણજન્મ નઈ...'
પછી તો અંકલ, ભક્તોએ ધીબેડી નાખ્યો ને હું સીધો અહી…’
પણ તું ત્યાં ગયો શું કામ? તને કૃષ્ણએ આમંત્રણ આપેલુ? કે આ વખતે મારી 2052મી જન્મજયંતી છે તો પધારજો. તારી ષષ્ઠીપૂર્તિની ઉજવણી વખતે એ આવ્યા? ના. એણે દ્રૌપદીને ભલેને 999 સાડી સપ્લાય કરી પણ તારી બેબલીને ક્યારેય ઝબલું દેવા આવ્યા? નાને?! ચલ, એ જવા દે આ તારા લેંઘાના ચારે બાજુથી લીરેલીરા નીકળી ગયા તો એકાદ નાનકડી ચડ્ડી પણ આપી?' ભલે ભગવાન હોય પણ વ્યવહાર તો અરસપરસ હોવો જોઈએ. તારે જવાની જરૂર જ ન હતી..' મેં કીધું
જવુ પડે અંકલ, બાપુજી કહેતા મંદિરમાં જઈએ તો મંદી ન આવે.’
કબૂલ, પણ લોકો તો મંદી આવે ત્યારે જ મંદિર આવે છે, ઠોકર વાગે તો જ ઠાકોરનો દરવાજો ખખડાવે છે, તે મંદિરમાંથી નીકળી ક્યારે મળવા આવ્યો? ને હવે તો મંદિરમાં પણ કેમેરા મુકાયા છે. અરે બેટા, કેવો જમાનો દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રાખે છે. મર્યા પછી બધા ભગવાન મળશે પણ જીવીએ ત્યાં સુધી ઘરમાં મા-બાપ બેઠા હોય, નાના બાળકો કિલ્લોલ કરતા હોય તોય તારે મંદિરમાં શોધવા જવું પડે? મેં તો એક વાર મંદિરમાં કીધેલું : પ્રભુ., તું ઠાકોર છે તો હું ઠાકર છું તું તો ક્યારેક આવ પણ એ તો ભગવાન એ શેનો આવે?' ત્યાં તો મારા ઘરનો દરવાજો ખખડ્યો
ચંબુ, જો તો અત્યારે કોણ હશે..?’
અરે એ કહે છે. હું કૃષ્ણ.'
હું ચમક્યો.:તું પ્રભુ છે એનું સોલીડ પ્રૂફ કોઈ આઈડી, આધાર કાર્ડ..?'
અરે તું તો ગાય છે મેરો તો આધાર શ્રી વલ્લભકે ચરણાન્દમે’ સોરી, પણ હવે તારા હજાર નામ ચલતા નથી પ્રૂફ બતાવો!'
અરે આ મુગટ, વાંસળી,પીંછુ આ બધું મારું પ્રૂફ છે’
પણ તું કરોડોનું મંદિર છોડી મારા ઘરે. સાંભળ તને ખાવા પીવામાં ક્યારેક બાસુંદી ક્યારેક સુખડી ક્યારેક મોહન થાળ મળતા હશે પણ આ મારી નાનકડી ખોલીમાં ખીચડી-શાક-છાસ એવું બધુ મળશે. ચાલશે?'
અરે દોડશે. આ બધા મિષ્ટાનો ખાઈ ખાઈને તબિયત બગડે છે, સાચુ કઉ? જેટલી મોહનથાળમાં મીઠાશ છે એટલી મોહનના થાળમાં નથી એટલે…’
હું ભાવવિભોર બની ગયો સોરી પ્રભુ તારે મંદિર છોડી આવવું પડ્યુ....પ્રભુ ટેલ મી તું કોઈને મળતો કેમ નથી?'
કારણકે લોકો ગીતાને બદલે મને ગૂગલમાં ગોતે છે એમાં તો એ ગોટે
ચડે છે’
એ પછી હું ચંબુ- સરોજ ને કાનો ખીચડી ખાવા બેઠા. આવો તમે… પણ..શું કહો છો?
આપણ વાંચો: ઘરનો ભેદી દુશ્મન એવો રોગ: લ્યુપસ