સમય પહેલા વાળ ગુમાવતા જનરેશન ઝેડના પુરુષ…

ફોકસ -નિધિ ભટ્ટ
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં 2013માં પ્રકાશિત થયેલ 2023ના એક સર્વે અનુસાર પુરુષોના વાળ ખરવા એક હેરિડિટરી સ્થિતિ કહેવાય જે ખૂબ જ કોમન છે.
એની ખાસિયતો એ છે કે, ફ્રન્ટરોમ્પોરલ અને વીંટેક્સ સ્કેલ્પથી વાળનું ખરી જવું. 2013માં થયેલ સર્વે મુજબ એમ જાણવામાં આવ્યું છે કે, 50.31 % જેટલા પુરુષોના વાળ ખરે છે તે 25 વર્ષથી ઓછી આયુના છે. આ સર્વેમાં લગભગ 5 લાખ પુરુષોના આંકડા સામેલ કરવામાં આવેલ છે.
એક સમય એવો હતો જયારે વાળ ખરવા એ મધ્યમ આયુવર્ગના પુરુષોમાં વધારે ચિંતાનો વિષય હતો. હવે આ ટાલ પુરુષોમાં નાની ઉંમરે જ જોવામાં આવે છે. આનાથી તેમનામાં ન માત્ર શરીરિક પરિવર્તન જોવામાં આવે છે, પરંતુ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક પરિણામો પણ જોવામાં આવે છે .
પ્રાથમિક શરૂઆત –
25 વર્ષીય યુવરાજે જયારે તે એન્જિનિયરીંગ કરીને કલકતામાં આઇઆઇએમમાં એમબીએ કરી રહ્યો હતો ત્યારે તેને વાળ ખરવાની સમસ્યા સામે આવી હતી. તેના થોડા દિવસો પછી તેના ઘણા વાળ ખરવા માંડ્યા અને તેને ટાલ દેખાવા લાગી એને કારણે તે તેના મિત્રોમાં હાસ્યને પાત્ર બન્યો.
23 વર્ષીય સાકેત શર્મા માટે તો આ ઘણું ચુનોતી પૂર્ણ હતું. તેને તો હજી એલએલબીનું ભણવાનું ચાલુ કર્યું હતું અને અચાનક જ તેના વાળ ખરવા મંડ્યા હતા. આ અચાનક બદલાવથી તે ઘણો આશ્ર્ચર્યચકિત થઇ ગયો હતો.
નાની ઉમરમાં જ તેની ટાલ દેખાવાને કારણે તે ઉંમર કરતાં મોટો લાગવા મંડ્યો. મારી ગર્લ ફ્રેન્ડ સુધ્ધાંએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાતથી મને ખૂબ જ ડિપ્રેશન આવી ગયું હતું અને મેં આ વિષય પર વિચારવાનું જ છોડી દીધુ.
30 વર્ષીય આનંદ ભટનાગરનું કહેવું છે કે, સૌથી પહેલા બધાની નજર મારા ખરતા વાળ અને ટાલ પર જ જાય. કોઈ પણ મારો મજાક બનાવવાનું છોડતા નથી. જેને જુએ એ મને સલાહ આપ્યા કરે કે ખરતા વાળની અટકાવવવા માટે શું કરવું જોઈએ.
મારા માટે તો મને લાગે છે કે, પુરુષોમાં તો આ વસ્તુ ખૂબ જ કોમન છે, અને તેઓને લગ્ન માટે કોઈ સારું યોગ્ય પાત્ર પણ નથી મળતું. જે યુવતી તેમની સાથે લાંબા સમયથી સાથે હોય તેઓ આ જ કારણે લગ્ન માટે તૈયાર થતી નથી..
જેમના વાળ ખૂબ જ ઘટ્ટ અને સુંદર હોય છે તેમને વારસાગત રીતે વાળ ખરવાની સમસ્યાનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પરંતુ જેમના ફેમિલીમાં વારસાગત રીતે વાળ ખરવાની સમસ્યા હોય છે તેમને નાની ઉંમરમાં વાળ ખરવા તેમજ ટાલ દેખાવી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે જે તેમના માટે ખરેખર એક ચિંતાનો વિષય હોય છે.
સમયથી પહેલા ટાલ થઈ જવી તેને એન્ડ્રોજેનિક એલોપેસિયા કહેવામાં આવે છે કે જેમાં 30 વર્ષ સુધીમાં કે તેની પહેલા જ વાળ ખરવા માંડે છે અને યુવાનીમાં જ પુરુષોને ટાલ પડી જાય છે.
આ પ્રક્રિયા એક ક્રમિક પ્રક્રિયા છે જે ધીરે ધીરે થાય છે એનો તેનો ખ્યાલ પણ આવે છે જેમકે શરૂઆતમાં કોઈ પણ એક ભાગમાંથી વાળ ઓછા થવા માંડે છે જેમકે સેંથામાંથી કે પછી કાનની ઉપરના ભાગમાં કે પછી પાછળના ભાગમાં.
જ્યાંથી વાળ ખરવાના ચાલુ થાય છે ત્યાંથી ટાલ દેખાવા લાગે છે. ખાસ કરીને જયારે આગળના કિનારાથી વાળ ખરવાનું ચાલુ થાય છે ત્યારે ચહેરો સપાટ લાગવા માંડે છે. વાળ ખરવા એ પ્રક્રિયા ખૂબ જ દેખીતી અને સહજ છે. રોજ કોઈ પણ વ્યક્તિના 15 થી 30 વાળ ખરે જ છે. પરંતુ જેમના વાળ ખરતા હોય છે તેમને તે પ્રક્રિયાનો ખ્યાલ હોવા છતાં તેઓ અસહાય હોય છે.
કારણ
ટાલ પડવી કે વાળ ખરવા એ આનુવંશિક છે અને ઉંમર વધવાની સાથે તે ધીમે ધીમે ઘટતું જાય છે. 21 વર્ષ પહેલાથી જ વાળ ખરવાના લક્ષણ દેખાવા માંડે છે. 50 વર્ષની ઉંમર સુધી તેમના અડધા વાળ ખરી ગયા હોય છે. ઘણીવાર 25% પુરુષો 21 થી 30 વર્ષની ઉંમરમાં જ પોતાના વાળ ખોઈ બેસે છે.
તબીબી નિષ્ણાતો અને સંશોધકોનું માનવું છે કે હોર્મોનલ ઈમ્બેલેન્સ પણ એનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. એન્ડ્રોજન સેક્સ હોર્મોનનો એક સમૂહ છે, જે પુરુષોમાં તેમને શારીરિક રૂપથી પરિપક્વ બનાવે છે. આનાથી ચહેરા, ખોપડી, છાતી, બગલ, અને જનાંગો પર વાળ વિકસિત થાય છે.
પુરુષોમાં ડાયહાઇડ્રો ટેસ્ટોસ્ટેરોન અને વાળના ફોલિકલ્સના સંકોચન વચ્ચે એક જોડાણ છે. જેમાં તેમની એ આર જીન્સની સંવેદનશીલતા પુરુષોમાં ટાલ પડવા માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત ખોપરીમાં કોઈ પણ જાતનું ઈંફેકશન ટાલ પડવાનું કારણ હોઈ શકે છે.
એડ્રોજેનિક એલોપેસિયા પુરુષ અને મહિલા પેટર્ન ટાલ પડવાના રૂપમાં જાણ્યું જાય છે જે વારસાગત હોય છે. જેમાં વાળની વચ્ચેથી ધીરે ધીરે વાળ ખરે છે અને ચહેરાની આગલી બાજુથી વાળના ખરવાને કારણે જયારે તેને પાછળ કરવામાં આવે છે ત્યારે ટાલ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. એલોપેસિયા એરીટામાં વાળ નાના નાના પેચમાં ખરે છે.
જલ્દી ટાલ પડવાની સારવાર શું છે?
માત્ર પુરુષોમાં જ નહિ પરંતુ અત્યારે મહિલાઓમાં પણ વાળ ખરવાથી ટાલની સમસ્યા વધી રહી છે તો આને માટે માર્કેટમાં થોડા ઘરેલુ ઉપચાર, દવા અને કોસ્મેટિક વિકલ્પો પણ ઉપલબદ્ધ છે. પુરુષોમાં ટાલ ન પડે તેની માટે મિનોક્સિડીલ: નામની એક ખાસ દવા કે જે લિક્વિડ હોય છે તેને વાળ પર લગાડવામાં આવે છે.
આ દવાથી વાળ ખરવાના અટકી જાય છે અને ઘણા પુરુષોમાં તો આ દવાના ઉપયોગથી નવા વાળ પણ ઉગવા માંડે છે. આ દવા બજારમાં આસાનીથી ઉપલબ્ધ છે. જોકે આનો ઉપયોગ નિયમિત રીતે થવો જોઈએ. આ દવાનો ઉપયોગ જો છોડી દેવામાં આવે તો વાળ પાછા ખરવા માંડે છે. તે ઉપરાંત ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને અટકાવીને વાળ ખરવાનું પણ ધીમું કરે છે.
વાળ ખરવાની પ્રક્રિયાને ધીમી કરવા માટે એક ખાસ પ્રકારની દવા આપવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ પણ સતત કરવો પડે છે. આ ઉપરાંત, શરીરના સ્વસ્થ વાળ ધરાવતા ભાગોમાંથી લેવામાં આવે છે અને તેને ટાલવાળા અથવા ખોપરી ઉપરની ચામડીના પાતળા ભાગો પર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
આ ખૂબ જ પીડાદાયક અને બળતરાકારક પ્રક્રિયા છે જે ઘણી આડઅસરો પણ પેદા કરે છે. આ ઉપરાંત, નવા વાળ ઉગાડવા માટે, શરીરમાંથી લોહી લેવામાં આવે છે અને માથાની ચામડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે જેથી માથાની ચામડી પરના વાળ જે ખરી ગયા છે તે પાછા ઊગી શકે.
આ બધા ઉપયોગો ઉપરાંત, બજારમાં એવા કોસ્મેટિક વિકલ્પો ઉપલબ્ધ છે જે આપણને અકાળ ટાલ પડવાની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરી શકે છે.માથાના તે ભાગો માટે જ્યાં વધુ પડતા વાળ ખરી ગયા છે, ત્યાં હેર પીસ અથવા વિગ, હેર વીવિંગ અથવા કેમો ફલેજ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે.
સિન્થિટિક વિગ પણ એક સસ્તો વિકલ્પ છે જેનો હંમેશાં ઉપયોગ ન થઈ શકે.હા, તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક થઈ શકે છે કારણ કે તેના વધુ પડતા ઉપયોગથી માથામાં ગરમી અને ખંજવાળ આવે છે.
આ પણ વાંચો…ફોકસ પ્લસઃ સફેદ વાળ કાળા કરવા છે? આ છે સરળ ઘરેલું ઉપચાર…