ટૂંકુ ને ટચ: લિવરને કઈ રીતે રાખશો સ્વચ્છ?

લિવર આપણા શરીરનું અગત્યનું અંગ છે. જો આપણે એમ માનીએ કે આપણું શરીર એક કિચન છે તો લિવર એનો શેફ છે એમ માનવું. કિચનમાં ગમે એટલા વાસણો હોય, પરંતુ શેફ વગર એ કામ નહીં કરે. ઠીક એ રીતે જ લિવર આપણા શરીરને ડિટોક્સિફિકેશન કરવાનું કામ કરે છે. જોકે જ્યારે લિવર પર વધુ ભાર આવે તો ફેટી લિવર જેવી સ્થિતિ નિર્માણ થાય છે. જે શરીર માટે ગંભીર સમસ્યા બની શકે છે.
શું છે આ ફેટી લિવર?
ફેટી લિવર એટલે જ્યારે સામાન્ય કરતાં વધુ ફેટ લિવરમાં જમા થઈ જાય અને એનાથી લિવરની કામ કરવાની ક્ષમતા નબળી પડી જાય છે. ફેટી લિવર બે પ્રકારના હોય છે.
- આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ: દારૂના વધુ પડતા સેવનથી
- નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ: મેદસ્વીપણું, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. ફેટી લિવરના લક્ષણ જલદી થાક લાગવો, પેટમાં સોજો, અચાનકથી વજન વધવો કે ઘટવો, ભૂખ ન લાગવી, એકાગ્રતામાં ઘટાડો, મૂંઝવણ બચવાના ઉપાય
(1) શરીરના તમામ દોષો વચ્ચે સમતોલન જાળવવું: આયુર્વેદ પ્રમાણે આપણું શરીર ત્રણ દોષ ઉદાહરણ તરીકે વાત,પિત્ત અને કફથી બનેલું છે. એમાંથી કોઈનું પણ સમતોલન બગડ્યું તો લિવરની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને પિત્ત દોષને કાળજી રાખવી જરૂરી છે. કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવો અને યોગાસન જેમ કે અધોમુખી શ્ર્વાનાસન, પશ્ર્ચિમોતાનાસન કરવાથી પિત્ત દોષ નિયંત્રણમાં રહે છે. (2) હેલ્ધી ડાએટ: લીલાં શાકભાજી જેમ કે મેથી, પાલક, ફુદીનો અને મીઠો લીમડો લિવરને સ્વસ્થ રાખવા માટે કારગર નીવડે છે. બ્રાઉન રાઈસ, ઓટ્સ જેવા અનાજનો આહારમાં સમાવેશ કરવો. જે ધીમે-ધીમે પચે છે અને ફેટને જમા થતાં પણ અટકાવે છે. આદું અને લસણ જેવા એન્ટિ-ઇન્ફલેમેટરી ફૂડ્સ પણ લિવરને કાર્યક્ષમ બનાવે છે.
રિફાઇન્ડ તેલને બદલે ઘી કાં તો માખણનો ઉપયોગ કરવો. (3) પેટની ચરબી ઘટાડવી: પેટમાં જમા થયેલી ચરબી લિવર પર દબાણ નિર્માણ કરે છે. એથી કેલેરી નિયંત્રિત કરવા નિયમિત કસરત કરવી જરૂરી છે. એનાથી લિવરને તંદુરસ્ત બનાવી શકાય છે.
આ પણ વાંચો…ટૂંકુ ને ટચ: એરંડા તેલના જાણો છો અગણિત લાભ?