વિશેષઃ હેલ્ધી ફૂડ કે જંક ફૂડઃ શાળાઓની કેન્ટીન હવે મેન્યુ બદલી નાખ્યું છે

- માહિયા
મેરઠની એક શાળામાં રિસેસ હતી. બાળકો કેન્ટીનમાં બીટની કટલેસ ખાવા માટે ઉતાવળાં હતાં, પરંતુ તે પહેલા જ વહેંચાઈ ગઈ હતી. તેથી એક છાત્રા પનીર રોલ ખાઈ રહી હતી. તેણે કહ્યું , ‘અમારા શિક્ષકે કહ્યું છે કે, જો તમે હેલ્ધી ખાવાનું ખાશો તો તમને સારા ગ્રેડ મળશે. શુગર બોર્ડ જોતા જોતા એક બહેનપણી બીજાને કહે છે કે, મને નહોતી ખબર કે મારી મનપસંદ કપ કેકમાં પાંચ ચમચી શુગર હોય છે, આટલી શુગર તો હું મારા દૂધમાં પણ નથી નાખતી. તેથી આજે હું જલજીરા લઈશ. શુગર બોર્ડનું ડિસપ્લે બતાવી રહ્યું છે કે, ફાસ્ટ ફૂડમાં કેટલી માત્રામાં શુગર હોય છે. અત્યાર સુધી બધાજ વિદ્યાર્થીઓ આનું જ સેવન કરી રહ્યા હતાં. શાળાઓની કેન્ટીન હવે મેન્યુ બદલી નાખ્યું છે.
આરોગ્યપદ વિકલ્પ ઉપલબ્ધ છે અને સાથે ગ્રાફિક બોર્ડ પણ લગાડેલું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, આપણે જે પણ વાનગીઓનું સેવન કરીયે છીએ તેમાં કેટલા પ્રમાણમાં શુગરની માત્રા છે. રોજ કેટલી શુગર લેવી જોઈએ ?
ખાવાના સ્વસ્થ્ય વિકલ્પ કેટલા છે? નોંધનીય વાત એ છે કે, બે મહિના પહેલા 14મે ના રોજ, સીબીઆઈ એ સૂચના આપી છે કે, શાળામાં સૂચનાત્મક શુગર બોર્ડ હોવા જ જોઈએ જેથી બાળકોમાં જાગૃકતા આવે ને તેઓ પોતે જ શુગર સેવનની માત્રા ઓછી કરી નાખે. આનો ખાસ ઉદેશ્ય એ છે કે, બાળકોમાં સ્થૂળતા રોકી શકાય જેથી જ્યારે મોટા થાય ત્યારે તેમને ડાયાબિટીસ જેવા રોગોથી બચાવી શકાય.
આમાં કોઈ બે મત નથી કે, બાળકોને નાની વયથી જ ખોરાકના વિકલ્પો માટે જ્ઞાન અપાતું જાય જેથી મોટી ઉંમરમાં તેઆનું સ્વાસ્થ્ય સારું રહે. નાનપણમાં જો સ્વાસ્થ્ય જાગૃકતાનો પાયો નાખવામાં આવે તો તેના સારા પરિણામ આવશે. જોકે અંજુમનું કહેવું છે કે, પહેલા મને જંક ફૂડ ખૂબ જ ભાવતા હતા પરંતુ હવે મેં તેનું સેવન ખૂબ જ ઓછું કરી નાખ્યું છે. મારા માતા-પિતા શાળામાં વેચાતા હેલ્ધી ફૂડસ જોઈને ખૂબ જ ખુશ થયા અને મારા ઘરે પણ આવીજ વાનગી બનાવાય છે.
એનો અર્થ એ છે કે, માતા પિતાએ ખાતરી કરવી કે માત્ર શાળામાં જ નહીં પરંતુ ઘરમાં પણ હેલ્ધી ફૂડ આપવામાં આવે. તો જ આપણે આ અભિયાનમાંથી સારાં પરિણામો મેળવી શકશું. માતા પિતાની જવાબદારી છે કે, જે ખાવાનું પોતાનાં બાળકોને આપે છે તેને સ્કેન કરે. લેબલ પરથી તરત જ ખ્યાલ આવે છે કે, ખાવાનામાં કેટલી શુગર છે. એ તત્ત્વોને ખાસ જોવા કે જેમાં ‘ઓજ’શબ્દ આવતો હોય જેમકે, ફ્રકટોજ, ડેક્સટોજ કે પછી સુક્રોજ અને જેમાં સિરપ હોય (કોર્ન સિરપ, રાઈસ સિરપ) કે પછી માલ્ટ.
બાળકોને પ્રોસેસ્ડ નાસ્તાઓેથી દૂર રાખવા. જે બાળકની ઉંમર બે વર્ષથી ઉપર હોય તેમને રોજની 25 ગ્રામથી એટલે કે, (5 ચમચી)થી ઓછી શુગર આપવી અને બે વર્ષથી નાનાં બાળકોને તો શુગર જ ન આપવી જોઈએ.
સવાલ એ છે કે, સીબીઆઈએ ઉપરોક્ત સૂચન કેમ આપ્યું? પાછલા એક દાયકામાં સીબીઆઈએ નોંધ્યું છે કે, બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટીસ ખૂબ જ વધી રહ્યું છે કારણકે, ચારથી દસ વર્ષનાં બાળકોમાં રોજના કેલેરી સેવનમાં 13 ટકા શુગર હોય છે. 11 થી 18 વર્ષનાં બાળકોમાં આ 15 ટકા જોવામાં આવી છે.
અહીં એ જણાવવું આવશ્યક છે કે, હાલમાં પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા અનુસાર એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે, ભારતના દસમાંથી બે ઘરોમાં બધા જ પુખ્ત ઓવરવેટ છે અથવા જાડા છે. તે સ્પષ્ટ છે કે, ખરાબ જીવનશૈલીને કારણે વ્યક્તિ ઓવરવેટ કે જાડા થાય છે અને બીમારીઓને આમંત્રણ આપે છે. એક અન્ય શોધથી જાણ થઈ છે કે, વધતી જતી જીવનશૈલીને કારણે હૃદય, ડાયાબિટીસ જેવા રોગોની દવાઓના વેચાણમાં જબરદસ્ત નફો જોવામાં આવ્યો છે.
એવરવેટ એટલે કે, તમારી હાઈટ અને બોડીને અનુસાર જે વજન હોવું જોઈએ તેની કરતાં વધારે હોય તેને ઓવરવેટ કહેવાય. આનું મુલ્યાંકન બીએમઆઈ દ્વારા કરવામાં આવે છે. ડોકટરોનું માનવું છે કે, સ્કૂલ જતાં બાળકોમાં ખૂબ ઝડપથી સ્થૂળતા વધી રહી છે એમાં પણ પ્રાઈવેટ શાળામાં જતાં બાળકોનું પ્રમાણ વધારે છે.
આ લેખને આધારે શાળાના આચાર્ય બાળપણમાં થતી સ્થૂળતાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને શાળાની કેન્ટીનમાં વેચાતા પદાર્થોને હેલ્ધી બનાવવા માટે ડાયેટિશિયનનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આપણા બાકીના જીવન દરમિયાન આપણી સાથે કેવો વ્યવહાર કરવામાં આવશે. તેથી જ નિયમિત રીતે બાળકોને ખાવાના સંબંધિત કાઉંસેલિગ કરવામાં આવશે.
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…