તરોતાઝા

પેટ માટે નહીં, હવે ચહેરા માટે જોઈએ છે કાકડી, ટામેટા, દહીં..!!!

હેલ્થ-વેલ્થ – પ્રતિમા અરોરા

કાકડી, ટામેટા, દહીં માત્ર આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતા, તે આપણા ચહેરાની સુંદરતા વધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. ઉનાળામાં આ ત્રણ વસ્તુઓ ત્વચાની સંભાળ માટે રામબાણ સમાન છે. આ સિવાય એલોવેરા, ફુદીનો, મધ અને ગ્રીન ટી પણ ફાયદાકારક છે. ઉનાળામાં ત્વચા ખૂબ જ ઝડપથી ડિહાઇડે્રટ થઈ જાય છે, આ પાણીથી ભરપૂર કુદરતી ઘટકોને ચહેરા અથવા શરીર પર લગાવવાથી ત્વચા સ્વસ્થ, ચમકદાર અને જીવંત રહે છે.

કાકડીનો ફેસ પેક
ટામેટાંની જેમ કાકડી પણ સલાડમાં સારી લાગે છે, તે આપણા મેટાબોલિઝમને પણ એક્ટિવ રાખે છે અને પૂરતા પ્રમાણમાં પાણી અને ફાઈબર હોવાને કારણે તે આપણા પેટ અને પાચન માટે ખૂબ જ સારી વસ્તુ છે. તે ચહેરાને નિખારવા માટે પણ ઉત્તમ છે, ખાસ કરીને ઉનાળામાં. ઉનાળામાં કાકડી અને દહીંનો ફેસપેક લગાવવાથી ત્વચામાં લાઈફ આવી જાય છે. તે સ્વસ્થ, ચમકતી દેખાય છે. કાકડી-દહીંનો ફેસ પેક પણ ખૂબ જ સરળતાથી બની જાય છે. કાકડીને પીસીને તેમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 20 થી 25 મિનિટ પછી ધોઈ લો, તેનાથી ચહેરાની ત્વચા સોફ્ટ અને કોમળ રહે છે. કાકડીને ફુદીનાની સાથે પીસીને તેમાં દૂધ ઉમેરીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે અને કાકડી અને ચણાના લોટનો ફેસ પેક પણ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ અને કાકડીનું જ્યુસ મિક્સ કરીને 20 થી 25 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ધોઈ લો, ચહેરો ચમકવા લાગે છે. કાકડી અને એલોવેરાનો ફેસ પેક પણ ત્વચા માટે ખૂબ જ સારો છે. તેને બનાવવાની બે રીત છે. એલોવેરા જેલ સાથે કાકડીના રસને મિક્સ કરીને બનાવી શકાય છે અને તે એલોવેરા અને કાકડીને એકસાથે પીસીને પણ કુદરતી રીતે બનાવી શકાય છે.

ચહેરાને લાઈફ આપતો દહીંનો ફેસ પેક
દહીં ઉનાળાનું એક એવું ડેરી પ્રોડક્ટ છે, જે ખાવામાં જેટલું ફાયદાકારક છે એટલું જ અલગ અલગ કોસ્મેટિક તરીકે પણ ફાયદાકારક છે. જો તમે ત્વચા માટે ફાયદાકારક કોઈપણ વસ્તુ સાથે દહીં મિક્સ કરો છો, તો તેના ગુણધર્મો વધુ સારા બને છે અને આ રીતે તે ત્વચાને નિખારવા માટે રામબાણ બની જાય છે. દહીંનો ફેસ પેક બનાવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે બે ચમચી દહીં અને અડધી ચમચી હળદર મિક્સ કરો અને પછી તેને ઘટ્ટ ન થાય ત્યાં સુધી ફેટો અને તેને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ઠંડા અને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ચહેરા પર ચમક આવી જશે. કાકડી અને ટામેટા સાથે દહીંના વિવિધ ફેસ પેક વિશે વાત અમે પહેલા જ કરી છે. દહીં અને મધનો ફેસ પેક પણ ઉત્તમ છે, તે ચહેરા અને ગરદન પરની કાળાશ દૂર કરે છે. બે ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી તેને ધોઈ લો. તેનાથી ત્વચા ક્લિયર થાય છે અને ચહેરો ચમકવા લાગે છે. આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે દહીંમાં હળદર અને લીંબુનો રસ ભેળવીને એક અદ્ભુત ફેસ પેક તૈયાર થાય છે, જેનાથી ચહેરો ચમકતો દેખાય છે અને ખાસ કરીને ઉનાળામાં નિસ્તેજ દેખાતો નથી. આ ત્રણ ફેસ પેક ઉનાળાના ગરમ દિવસોમાં ખૂબ જ ફાયદાકારક છે.

ટમેટાના કૂલ કૂલ ફેસ પેક
ટામેટાંમાં એન્ટીઓક્સિડેન્ટ, પેક્ટીન, ફ્લેવોનોઈડ્સ અને વિટામિન સી જેવાં તત્ત્વો હોય છે. આ કારણથી તે ઉનાળાનું શાનદાર ફેસ પેક છે. વાસ્તવમાં, ટામેટા પોતે માત્ર ફેસપેક નથી, પરંતુ કેટલીક વસ્તુઓ સાથે મળીને તે તેના ગુણધર્મોને ખૂબ જ વધારે છે. ઉદાહરણ તરીકે, ટામેટા અને હળદરનો ફેસ પેક રંગ નિખારે છે, ખીલ દૂર કરે છે અને ચહેરાની ત્વચાને હાઇડે્રટ રાખે છે. એ જ રીતે ટામેટા, દહીં અને ચણાના લોટનો ફેસ પેક ચહેરા પરથી ખીલ દૂર કરવા માટે રામબાણ ઇલાજ છે. ટામેટા અને દહીંનો ફેસ પેક 20 મિનિટ સુધી લગાવવાથી ચહેરાની ચમક વધે છે. આ બધું બનાવવું પણ ખૂબ જ સરળ છે. ટામેટા અને હળદરનો ફેસ પેક બનાવવા માટે એક મધ્યમ કદના ટામેટાને છીણી લો અને તેમાં હળદર મિક્સ કરો અને તેમાંથી બનાવેલી પેસ્ટને ચહેરાથી ગરદન સુધી સારી રીતે લગાવો. પછી લગભગ 20 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરાનો રંગ ખીલી જશે. એ જ રીતે ટામેટા, દહીં અને ચણાના લોટનો ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી ટામેટાંનો પલ્પ, એક ચમચી દહીં, એક ચમચી ચણાનો લોટ લઈને તેને સારી રીતે મિક્સ કરી લો, પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને લગભગ 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખવો જોઈએ. મધ અને ટામેટાંનો ફેસ પેક બનાવવા માટે એક મધ્યમ કદના ટામેટાને છીણી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. ઉનાળા માટે ટામેટાંનો આ એક ઉત્તમ ફેસ પેક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…