આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ… | મુંબઈ સમાચાર
તરોતાઝા

આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ…

  • સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

પ્રોસ્ટેટ તે અખરોટ આકારની પુષના મૂત્રાશય (યુરિનરી બ્લેડર )ની નીચે આવેલી ગ્રંથી છે. તે વીર્યની ગતિ માટે તેની સાથે અમુક પ્રવાહી છોડતી હોય છે.

જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ તેના પ્રોસ્ટેટની સાઈઝ પણ વધતી જાય છે, પરંતુ કોઈવાર અમુક પુષને તે પ્રોસ્ટેટની સાઈઝ વધુ પડતી વધી જાય છે. તેને પ્રોસ્ટેટનો સોજો કહે છે.

પ્રોસ્ટેટનાં લક્ષણ

  • પેશાબ કરવામાં તકલીફ પડવી.
  • ખાસ કરીને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે.
  • પેશાબ કરતી વખતે શરૂઆતમાં તકલીફ થવી.
  • પેશાબ બળ કરવાથી જ ઊતરે તેમજ કટકે કટકે અટકીને આવે.
  • સંપૂર્ણ મૂત્રાશય ખાલી ન થવું તથા પેશાબનાં ટીપાં વારંવાર પડવાં.
  • કોઈકવાર તાવ આવી જવો.
  • પેશાબ કરી આવ્યા બાદ પણ પેશાબ જવાની ઈચ્છા રહે.
    આનાં કારણ:
  • 50 વર્ષથી વધુ ઉંમરના પુષોમાં પ્રોસ્ટેટનો સોજો થવાની સંભાવના વધારે હોય છે.
  • ડાયાબિટીસ, હૃદયરોગ અને જાડાપણાને લીધે આ રોગ થવાની સંભાવના વધી જાય છે.
  • આ રોગ વારસાગત પણ થઈ શકે છે.
  • બેઠાડુ જીવનશૈલીને કારણે પણ થઈ શકે..

સાવધાની

  • પ્રોસ્ટેટનાં લક્ષણો જો વધુ પ્રમાણમાં જણાય કે તેની સાથે તાવ આવે તો તરત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.
  • મૂત્ર જવાનો સંકેત ન આવે તો પણ મૂત્ર જવાની ટેવ પાડો. કેમ કે, પ્રોસ્ટેટના દર્દીઓને ઘણીવાર મૂત્ર જવાનો સંકેત પણ આવતો નથી.
  • પ્રોસ્ટેટના દર્દીઓએ ઠંડા વાતાવરણમાં ન રહેવું.
  • એક જગ્યાએ વધારે ન બેસવું. કેમ કે, તેનાથી પ્રોસ્ટેટ પર વધુ દબાણ આવે છે.

વિવિધ ઉપચાર:

1) સવાર-બપોર-સાંજ અને રાત્રે 1 ચમચી ગોખનું ચૂર્ણ ફાકીને પાણી પીવું. આ ઉપચારથી સરેરાશ 15 દિવસમાં રાહત થઈ શકે છે.
2) રોજ કોઈ પણ રીતે ટમેટાનું સેવન કરવું. ટમેટાની અંદર લાયકોપીન આવવાથી તે પ્રોસ્ટેટનો સોજો ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.
3 ) રોજ એક મૂઠી તરબૂચના બી ખૂબ જ ચાવીને જમવા અથવા તે બીનો પાવડર મધ સાથે લેવો.
4) મકાઈના રેસાને પાણીમાં ગરમ કરી ગાળીને સવાર-સાંજ પીવું.
5) મૂત્ર સંબંધી રોગમાં કરવા જેવી કસરતો કરવાથી પ્રોસ્ટેટના સોજામાં ખૂબ જ ફાયદો થાય છે.

પેશાબ છૂટથી ન થવો…

લક્ષણ:

  • પેશાબ કરવામાં તકલીફ પડવી તેમ જ વારંવાર પેશાબ કરવા જવું પડે.
  • પેશાબ શરૂ કરવામાં તકલીફ થવી અને સંપૂર્ણ મૂત્રાશય ખાલી ન થવું.

કારણ:

  • આ મુજબના રોગ થવાથી આની સંભાવના વધી શકે છે.
  • વધુ અને લાંબા સમયનું કબજિયાત
  • પથરી
  • મૂત્રાશયનું ઈન્ફેક્શન
  • પ્રોસ્ટેટનો સોજો

વિવિધ ઉપચાર

1) ભીંડાનું શાક જમવાથી પેશાબમાં બળતરા, જલન અને પેશાબ અટકી અટકીને આવતો હોય તો રાહત થાય છે.
2) તાજી છાશ ગોળ નાખીને પીવી.
3) રોજ મૂળાનો રસ પીવો.
4) પાંચેક ગ્રામ લીંબુના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવું.
5) એકાદ મુઠ્ઠી કાળા તલ ખૂબ જ ચાવીને જમવા.
6) કેળનું 50 ગ્રામ પાણી ગરમ કરેલા ઘીમાં નાખી પીવું.
7) રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, તેમાં સાકર નાખીને હલવો બનાવીને ખાવો.
8) 100 ગ્રામ દૂધમાં 1 ગ્રામ ખાવાનો સોડા નાખી દિવસમાં બે વાર લેવું.
9) પાંચેક ગ્રામ ગોખનું ચૂર્ણ ગરમ દૂધ કે પાણી સાથે દિવસમાં બેથી ત્રણવાર લેવું.
10) લીલા નાળિયેરના પાણીમાં ધાણાનું ચૂર્ણ તથા ગોળ મેળવી પીવાથી પેશાબ છૂટથી આવે છે.
11) સો ગ્રામ શતાવરીના પાવડરમાં 5 ગ્રામ એલચીનો પાવડર મેળવી રોજ 1 ચમચી દૂધ સાથે લેવો.

અનિયંત્રિત પેશાબ

  • અનિયંત્રિત પેશાબ : પેશાબને રોકી રાખવાનું અસામર્થ્ય.
  • અનિયંત્રિત પેશાબનાં લક્ષણ:
  • ગમે ત્યારે પેશાબ થઈ જવો અથવા પેશાબનાં ટીપાં પડવાં. અનિયંત્રિત પેશાબનાં કારણ
  • મૂત્રને રોકી રાખવાની આદત.
    જે લોકો મૂત્રના વેગને રોકી રાખતા હોય તેમના મૂત્રાશયના સ્નાયુઓ ઉપર વધુ દબાણ રહે છે. તેથી સમયાંતરે તે સ્નાયુઓ ઢીલા થઈ જાય છે. અને ગમે ત્યારે પેશાબ મૂત્રાશયમાંથી લીક થાય છે.
  • મૂત્રાશય ઉપર વધુ દબાણ આવે તેવી ક્રિયાઓ કરવી. જેમ કે, વધુ પડતી કસરતો કરવી, ભારે વજન ઊંચકવું, કૂદવું, કે વધુ પડતું હસવું વગેરે…
  • એકસાથે મૂત્રાશય ખાલી ન થવું.
    અમુક લોકો પેશાબ કરવા જાય ત્યારે સંપૂર્ણ મૂત્રાશય ખાલી કરી શકતા નથી, તેથી મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહેવાથી તે ગમે ત્યારે લીક થઈ શકે છે.

વધુ ઉંમર હોવી:

ઉંમર થતા મૂત્રમાર્ગ અને મૂત્રાશયના સ્નાયુઓ ઢીલા થવા લાગે છે, તેથી અમુક લોકોને પાછલી ઉંમરમાં આ રોગ થાય છે.

લિંગ (જેન્ડર) :

પુરુષો કરતાં સ્ત્રીઓને આ રોગ 4થી 5 ગણો વધુ થાય છે. 25 ટકા સ્ત્રીઓને જીવન દરમ્યાન આ રોગ થાય છે. તેનાં કારણો આ મુજબના હોઈ શકે:

  • એમના શરીરનું બંધારણ.
  • ગર્ભવતી હોવું.
    ગર્ભાવસ્થા દરમ્યાન કે પછી 70 ટકા સ્ત્રીઓને આ રોગ થાય છે.
  • માસિકસ્ત્રાવ
  • જાડાપણું :
    વધુ વજનવાળા લોકોના મૂત્રાશયના સ્નાયુઓ ઉપર દબાણ આવવાથી તે જલ્દી ઢીલા થઈ જાય છે. તેથી ગમે ત્યારે પેશાબ નીકળી શકે છે.
  • કબજિયાત, પથરી, પ્રોસ્ટેટનો સોજો, ડાયાબિટીસ, હાર્ટએટેક વગેરે રોગ હોવાથી આ રોગની સંભાવના વધી જાય છે. અનિયંત્રિત પેશાબના ઉપચાર

1) ધ્યાન. મનને સ્થિર કરીને ધ્યાન કરવાથી આ રોગમાં 50 ટકા રાહત મળે છે.
2) નિયમિતપણે 25થી 30 મિનિટ યોગાસનો અને પ્રાણાયામો કરવા.
3) રોજ વિટામિન-ઉ લેવું. એનાથી સ્નાયુઓ મજબૂત થાય છે, અને તે અનિયંત્રિત પેશાબને નિયંત્રણ કરવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે. માટે 15થી 20 મિનિટ સૂર્યની તડકી લેવી તથા વિટામિન-ડી યુક્ત આહાર લેવો. જેમ કે, દૂધ, દહીં વગેરે….
4) રોજ પેડુ ઉપર કોપેરલનું માલિશ કરવું.
5) રોજ સવાર-સાંજ 2 ચમચી તલ અને અજમો સાથે લઈ ચાવવા.

આપણ વાંચો:  સ્વાસ્થ્ય સુધાઃ વિશ્વના પ્રાચીન શાકમાં સ્થાન ધરાવતું કોળું પિતૃગણનું પસંદગીનું શાક!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button