આહારથી આરોગ્ય સુધીઃ વટાણા: પ્રોટીનનો સંપૂર્ણ સ્રોત…

ડૉ. હર્ષા છાડવા
વિશ્વના અન્ય દેશો કરતાં ભારત ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ છે. ભારતમાં વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ખેતી પ્રધાન દેશમાં વિવિધ પ્રકારનાં અનાજ, તેલીબિયા, શાકભાજી, ફળો વિપુલ પ્રમાણમાં થાય છે. પ્રોટીન સ્ત્રોતોની કોઇ કમી નથી. છતાંય કહેવાય છે કે ભારતમાં તોતેર ટકા જેટલી પ્રોટીનની કમી વ્યક્તિઓને છે. પ્રોટીનનું પૂરો સ્ત્રોત મળતો નથી.
આના અલગ અલગ કારણો દર્શાવવામાં આવી રહ્યાં છે. ગરીબી અને આર્થિક સમસ્યા, જંકફૂડનો વધુ વપરાશ કાર્બોહાઇડ્રેટનું વધુ સેવન, પોષણ સંબંધી જાગરૂકતાની કમી અને એવું ભ્રામક કારણ બતાવે છે કે શાકાહારી ખાવાવાળાને પ્રોટીન ઓછપ છે. ભારતમાં શાકાહારી ભોજનમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન છે.
હાલના સમયમાં ઘરના બધા સભ્યો આર્થિક ઉપાર્જન કેમ વધારવું તેની માટે બહાર કામ પર હોવાને કારણે બાહ્ય ભોજન જે કેમિકલ યુક્ત પ્રિઝર્વેટીવવાળો છે તેમાં રિફાઇન્ડ કરેલી વસ્તુઓનો વપરાશ વધુ છે. આ કારણોને લીધે પ્રોટીનની ઓછપ થાય છે. તેમ જ સમયસર ભોજન નથી કરતા. જાહેરાતોમાં એવું દર્શાવવામાં આવે છે કે પ્રોટીન બાહ્ય સપ્લિમેન્ટરી દ્વારા જ પૂરું થાય છે. જેથી પ્રોટીનના ડબ્બા વેચવાવાળાનો ધંધો ચાલતો રહે. ખોટી રીતે ભ્રમ પેદા કરે છે. ખરેખર તો પ્રોટીન કમી નથી. જાગરૂકતા જરૂરી છે. ખરાબ ખાનપાનથી દૂર રહેવું જરૂરી છે.
પ્રોટીન એ પ્રત્યેક જીવમાં પ્રમુખ કાર્યશીલ અણુ હોય છે. જે શરીરની ક્રિયાઓને ઉત્પ્રેરીત કરે છે. જેમ કે ઇન્સ્યુલિન એ એક પ્રોટીન છે જે રક્તને નિયંત્રિત કરે છે. શરીરના પાચક રસો (એન્ઝાઇમ) પણ પ્રોટીન છે. પ્રોટીન હજારો પ્રકારના છે જે શરીરને ચલાવવા માટેના મુખ્ય તત્ત્વો છે. એન્ટિબોડીએ પણ એક પ્રોટીન છે જે બહારના સંક્રમણથી બચાવે છે.
હાર્મોનલ એ પ્રોટીન છે જે શરીરનાં વિભિન્ન કાર્યોને વિનિયમિત કરે છે. સંરચનાત્મક પ્રોટીન (સ્ટ્રકચરલ પ્રોટીન) જે કોશિકાઓ અને ઉત્કોની સંરચનાને સમર્થન પ્રદાન કરે છે. જેમ કે કોલેજન અને કેશોટન. ભંડારણ પ્રોટીન (સ્ટોરેજ પ્રોટીન) આ અમીનો એસિડને સંગ્રહિત કરે છે જેમ કે આલ્બીયુમિન પરિવહન પ્રોટીન (ટ્રાન્સ્પોર્ટ પ્રોટીન) જે કોશિકાની આરપાર અણુઓનું પરિવહન કરે છે.
પ્રોટીન ત્વચા, લોહી, માંસપેશીઓ અને હાડકાની કોશિકાના વિકાસ માટે અતિ આવશ્યક છે. આ પ્રોટીનો અમાયનો એસિડના ચયાપચનથી બને છે. સીધે સીધું નથી બનતું.
આ અમાયનો એસિડ બહારથી ખાદ્ય પદાર્થોથી મળે છે. જેમાં આપણી પાસે સ્ત્રોતો ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તેને લેવાની પદ્ધતિની જાણકારી જરૂરી છે. સ્ત્રોતો જેવા કે મગ, ચણા, રાજમા, અડદ, મસૂર, ચોળા, કાળાચણા, લાલચણા, મઠ, કાળા વટાણા, સફેદ વટાણા, લીલા વટાણા જેમાં ભરપૂર પ્રોટીન મળી રહે છે.
શિયાળાની સિઝનમાં લીલાવટાણાથી બજાર ભરાયેલી છે. વટાણામાં ભરપૂર માત્રામાં અમાયનો એસિડ છે. જેવા કે હિસ્ટડીન, લ્યૂસીન, લાઇસિન, મેથિયોનીન, ફેનિલ એલનિન થ્રેઆનીન વેલીન આઇસોલ્યૂસીન, ટ્રાયપોફેન જે પૂર્ણ પ્રોટીન બનાવે છે. જે માંસપેશીઓની વૃદ્ધિ કરે છે. માંસપેશીની તાકાત વધારે છે. માંસપેશી (મસલ્સ)માં ક્રીએટીનાઇન બને છે તે બનાવવામાં પણ સહાયક છે.
વટાણામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો છે જેથી રક્ત શર્કરાના સ્તરને સ્થિર કરે છે. ભૂખને નિયંત્રિત કરે છે. જે કેવળ ઊર્જા સંતુલનના માટે પણ વસાને નિયંત્રિત કરવા શારીરિક સંરચના માટે પણ ફાયદાકારક છે. સમયની સાથે તે ત્વચાને સાફ અને મૂડને તાજગી બક્ષે છે.
વટાણામાં ફકત અમાયનો એસિડ છે એવું નથી તેમાં એન્ટિ ઓક્સિડેન્ટ જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વ અને એન્ઝાઇમ છે જે કોશિકાના સ્વાસ્થ્ય સ્થિર કરે છે. મસલ્સ પાવર વધવાથી કે તેનું સ્વાસ્થ્ય સારું બને તો હૃદયની માંસપેશી મજબૂત બને છે. હૃદયનું સ્વાસ્થ્ય લાંબો સમય સુધી સારું રહે છે. ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાને કારણે વટાણા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. ટ્રાયગ્લીસરાઇડને વધવા દેતા નથી. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
જે વ્યક્તિઓન ડેરી ઉત્પાદનથી એલર્જી છે કોઇ શાકાહારી પદાર્થ પ્રત્યે સંવેદનશીલ છે તેવા વ્યક્તિઓ માટે વટાણા એ પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. એનીમિયાથી પીડાતા નબળા પાચનવાળા તેમ જ સંવેદનશીલ વ્યક્તિઓ માટે આનું પ્રોટીન વરદાનરૂપ છે. શરીરની સુંદરતા વધારે છે. અન્ય પોષણ તત્ત્વો જેવા કે વિટામિન એ જે આંખોને દુરસ્ત રાખે છે. વિટામિન બી-6 જે વાળની ગ્રોથ વધારે છે. ફોસ્ફરસ જે હાડકાંને મજબૂત બનાવે છે. તાંબુ જે કિડનીનું સ્વાસ્થ્ય વધારે છે. સેપોનીન તત્ત્વ જે લીવરનું જતન કરે છે.
વટાણાની ચટણી એ ઉત્તમ સ્વાદવાળી બને છે. સૂપનો સ્વાદ લાજવાબ છે. શાક કે પેટીસ કે કચોરી બનાવીને લઈ શકાય છે. પેટીસ પર લીલા વટાણાનો રગડો બનાવીને લ્યો.
વટાણામાં ફુદીનો-જીરું નાખીને જ્યૂસ બનાવીને લ્યો. થોડા પ્રમાણમાં કાચા લઈ શકાય. ચાર મહિના આનો ઉપયોગ કરી શરીરનું પ્રોટીન મજબૂત બનાવો. અન્ય પ્રોટીન પાઉડર લેવાની ગરજ નહીં પડે. સોયાબીનનું પ્રોટીન હાનિકારક પુરવાર થયું છે. સોયાબીનના કારણે આજે નપુંસકતા વધી છે. કહેવાય છે કે કોઈ દેશનો બર્થગ્રોથ ઓછો કરવો હોય તો ત્યાં સોયાબીનનો વધુ પ્રચાર કરો. ખોટી જાહેરાત કે પોડકાસ્ટવાળાની વાતો સંપૂર્ણ સાચી હોય એવું જરૂરી નથી.
એક ઉચ્ચતમ વનસ્પતિ પ્રોટીનની તરફની સફર તરફ આગળ વધો. આજથી વટાણાના પ્રોટીનથી ઊર્જા લેવાની શરૂઆત કરો.



