તરોતાઝા

આયુ, આરોગ્યનો કારક સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચસ્થ ભ્રમણ અંશાત્મક કરે છે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહ માં સૂર્યનારાયણ- આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહ
સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ)
મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)
બુધ મીન રાશિ (જલ તત્ત્વ)તા.10 મેષ રાશિ
ગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)
શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)
શનિ – કુંભ (સ્વગૃહી) રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રીભ્રમણ

આયુ, આરોગ્યનો કારક સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચસ્થ ભ્રમણ અંશાત્મક કરે છે માટે આરોગ્ય માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.
આ સપ્તાહ માં ફક્ત બુધ રાશિ પરીભ્રમણ થવાથી ચામડીને લગતા દર્દ વધી શકે. ચૈત્રી દનૈયા પૂરા થવાથી ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે ધટશે અલબત્ત આગ-અકસ્માતના બનવાની શક્યતાઓ નકારી શકાતી નથી. તા.8 ચૈત્ર વદી બુધવારી અમાસ હોવાથી શિવલિંગ પર કાચા દુધ, કાળા તલ મિશ્રિત શુદ્ધ જળનો કરવાથી અસાધ્ય બીમારીઓ ટળશે તથાઆત્મવિશ્વાસ માં વધારો થશે. ગાય, કુતરા, બિલાડીને ખવડાવવાથી ભવિષ્યમાં થનાર અકસ્માત માંથી ઉગારી દેશે.

(1) મેષ (અ, લ, ઇ):- માથામાં વાળ ઊતરાવાની સંબંધિત તકલીફ આવી શકે. પગના તળિયામાં સખત બળતરાઓ અનુભવાય. સૂર્યનારાયણ ભગવાનને શુદ્ધ જળમાં ગંગા જળ નાખીને અર્ગ આપીને વંદન સાથે ગાયત્રીમંત્રનો જાપ કરશો.

(2) વૃષભ (બ, વ, ઉ):- ગરમી વધવાથી ચામડીમાં ખંઝવાણ આવી શકે. ડાબા પગે વાહન અકસ્માત સંભવે. કુળદેવી સ્મરણ પૂજન સાથે ધૂપ દીપ કરશો.

(3) મિથુન (ક, છ, ધ):- ગરમીને કારણે ઝાડા થવાની શક્યતાઓ. શારીરિક અશકિત જણાય. દાક્તરની સલાહ સૂચન મુજબ સમયસર દવા લેશો. સૂર્ય ગ્રહનો મંત્ર જાપ અવશ્ય કરશો.

(4) કર્ક (હ, ડ):- માથાના વાળ ખરવાની શક્યતા વધુ વકરે. ચશ્માંના નંબર વધી શકે. રાત્રે સૂતી વખતે હળદરયુ દૂધ પીશો.

(5) સિંહ (મ, ટ):- વાહનમાં બેટરી ફાટવાની શક્યતાઓ તેનાથી અકસ્માત સંભવે. છાતીના ભાગે દુખાવો જણાય. શનિદેવના મંદિરે દર્શન કરીને દિવસનો કાર્યારંભ કરશો.

(6) ક્નયા રાશિ (પ, ઠ, ણ):- વાણી-વર્તણૂકથી મારા મારી થવાની શક્યતાઓ રહેલી છે જેથી તબિયત પર અસર પડે. ગૅસ કબજિયાતને કારણે તબિયત બગાડી શકે. ઘર કે ઑફિસની નજીક આસપાસ વૃક્ષની સેવા કરવાથી બગડેલ આરોગ્ય સુધરશે.

(7) તુલા રાશિ (ર, ત):- તાવ, શરદી, ઉધરસ સાથે યુરીનમાં ઇન્ફેક્શન સંભવે. નવ ગ્રહ જાપ સાથે દૈવી કવચ પાઠ કરશો.

(8) વૃશ્ચિક (ન, ય):- ગુપ્ત અવયવોમાં ઇન્ફેક્શન સંભવે. મનોઇચ્છિત કામો ન થવાને કારણે માનસિક સ્થિતિ બગડે, જેને કારણે તબિયત પર અસર પડે. નારાયણ કવચ નો પાઠ કરશો.કુળદેવી નો દીપ અવશ્ય કરશો.

(9)ધન (ભ, ધ, ફ, ઢ):- આ સપ્તાહ આરોગ્ય માટે સારું રહેશે, પરંતુ વજન વધવાની શક્યતાઓ રહેલી છે. થાપા ઉપર સતત દુખાવો ઘટતો જણાય. નિત્ય ઈષ્ટદેવના સ્મરણ સાથે ગુગીતા પાઠ કરશો.

(10)મકર (ખ, જ):- ગૅસ, કબજિયાતની સમસ્યાઓ ધરાવનાર રાહતનો દંમ લેશે. જો અગાઉના હઠીલા દર્દો હશે તો યથાવત્‌‍ રહેશે. ગરીબો વચ્ચે ફરસાણ વહેંચશો.

(11) કુંભ રાશિ (ગ, સ, શ):- કમર જકડાઇ જવાની શક્યતાઓ. ઊંઘ હરામ થાય. હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરવા તેમ જ ગરીબોને કાચી ખિચડી વહેંચશો.

(12) મીન રાશિ (દ, ચ, ઝ, થ):- સંડાસ જવામાં લોહી પડી શકે. પગનો દુખાવો હોય તો વધી શકે. યોગ્ય ડૉક્ટરને બતાવી તાત્કાલિક રિપોર્ટ કરાવશો.શિવલિંગ પર જળાભિષેક કરશો.
દરેક રાશિના જાતકોએ સ્નાનાદીથી પરવારીને તુલસીના પાન અવશ્ય ચાવવા. તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવ.
કૃષ્ણંમ્‌‍ વંદે જગત્‌‍ ગુની એક માળા અવશ્ય
ગણવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…