સુશાંતસિંહ રાજપુત કેસઃ રિયા ચક્રવર્તી, અન્યો પર NCB દ્વારા ડ્રગ વ્યસન માટે પ્રેરિત કરવાનો અને ડ્રગ્સ ખરીદવા માટે તેના પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો કર્યો છે.  NCBએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેના ભાઈ શોવિક સહિત અન્ય આરોપીઓ પાસેથી ઘણી વખત ગાંજો ખરીદ્યો હતો અને તેને અભિનેતા સુશાંત સિંહને આપ્યો હતો. જણાવી દઈએ કે NCBએ તાજેતરમાં NDPS […]

Continue Reading

મુંબઈ એનસીબીએ આંતર-રાજ્ય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો; 3.5 કરોડનો 286 કિલો ગાંજો જપ્ત, બેની ધરપકડ

NCB ઝોનલ યુનિટે સોમવારે સોલાપુર-મુંબઈ હાઈવે પર કારમાં ફરતા તસ્કરો પાસેથી રૂ. 3.5 કરોડની કિંમતનો 286 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવેલા ડ્રગ વિરોધી ઓપરેશન બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીએ જણાવ્યું હતું કે, NCBને આંતર-રાજ્ય ડ્રગ હેરફેરની સિન્ડિકેટની યોજના અંગેના ઇનપુટ્સ મળ્યા હતા. તરત જ, વિવિધ ઇન્ટેલિજન્સ નેટવર્ક્સ સક્રિય કરવામાં આવ્યા હતા.

Continue Reading