‘અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, તેમને જે કરવું હોય એ કરીલે’ રાહુલનો કેન્દ્ર સરકાર સામે હુંકાર

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ(national Herald) અને યંગ ઈન્ડિયા લિમિટેડની ઓફિસને સીલ કરવા અને દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર સુરક્ષા વધારવા પર નિવેદન આપતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કેન્દ્ર સરકાર અમને ડરાવવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ એક વાત સાંભળી લો અમે નરેન્દ્ર મોદીથી […]

Continue Reading

EDએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે નવી દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ અખબારના કાર્યાલયને સીલ કરી દીધું હતું અને એજન્સીની પૂર્વ પરવાનગી વિના આ કાર્યાલયને નહીં ખોલવાની કડક સૂચના આપી હતી. નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં EDએ તેના તાજેતરના દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો મેળવ્યા હોવાનું સૂત્રોએ જાહેર કર્યું હતું. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીએ મંગળવારે 2 […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ, વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતાઓની અટકાયત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા કરાઈ રહેલી નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ આજે લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી. મળતી મહિતી મુજબ તેમને કોઈ નવું સમન્સ આપવામાં આવ્યું નથી. EDના અધિકારીઓએ સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં કુલ 11 કલાક પૂછપરછ કરી […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ત્રીજી વખત ED સમક્ષ હાજર થયા, વિપક્ષનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે આજે ત્રીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. સોનિયા ગાંધી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પહોંચ્યા હતા. સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ સામે વિપક્ષ એકજૂટ થઈને સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહી […]

Continue Reading

દિલ્હીમાં વિરોધ કરી રહેલા રાહુલ ગાંધીની અટકાયત, કહ્યું ‘સત્ય જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.’

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની ED બીજીવાર પૂછપરછ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સાંસદો તરફથી પૂછપરછનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કોંગ્રેસના સાંસદો સાથે દિલ્હીના વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. દરમિયાન દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી છે. રાહુલ ગાંધીએ ભારત પોલીસ સ્ટેટ બની ગયું છે […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ED ઓફિસ પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તા અને સાંસદોનું વિરોધ પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ(National Herald) કેસમાં કથિત મની લોન્ડરિંગના આરોપો બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) આજે બીજી વખત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી શકે છે. EDએ લગભગ ત્રણ ડઝન પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને ED હેડક્વાર્ટર ખૂબ જ સતર્ક છે, અધિકારીઓ માસ્ક […]

Continue Reading

ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસનો વિરોધ: બેંગલુરુમાં આગચંપી, દિલ્હીમાં ટ્રેનો રોકી, અશોક ગેહલોતની અટકાયત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ રહી છે. સોનિયા ગાંધી તેમની Z+ કેટેગરીની સુરક્ષા સાથે બપોરે તપાસ એજન્સી EDની ઓફિસે પહોંચ્યા હતા. તાજેતરમાં જ કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા સોનિયા ગાંધી માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. મની […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસઃ આજે ED સોનિયા ગાંધીની પૂછપરછ કરશે, કોંગ્રેસે વિપક્ષને ચુપ કરવાનું કાવતરું ગણાવ્યું

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. કોંગ્રેસ દિલ્હી ED ઓફીસ તથા દેશભરમાં તેનો વિરોધ કરશે. ભારતીય યુવા કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના ઘણા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી આને વિપક્ષને ચૂપ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં […]

Continue Reading