નેશનલ

સોનિયા અને રાહુલએ સંપત્તિ હડપવા કાવતરું રચ્યું હતું! નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો મોટો ખુલાસો

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ (National Herald Case) દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ સોનિયા ગાંધી (Sonia Gamdhi) અને રાહુલ ગાંધી(Rahul Gandhi)ના નામ આરોપી નંબર 1 અને 2 તરીકે સામેલ કર્યા છે. ચાર્જશીટમાં EDએ બંને પર ગુનાહિત કાવતરું રચાવનો આરોપ લગાવ્યો છે.
ચાર્જશીટમાં EDએ આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડના પ્રકાશક, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું, જેના માટે 99% શેર ફક્ત 50 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સંપત્તિ એક ખાનગી કંપની યંગ ઈન્ડિયન દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, જે સોનિયા ગાંધી અને રાહુલ માલિકીની છે. AJL ની સ્થાપના ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી.

આટલા વર્ષની જેલ થઇ શકે:

ચાર્જશીટ મુજબ સંપત્તિનું વર્તમાન બજાર મૂલ્ય હાલ રૂ. 5,000 કરોડ છે, અને ED એ ગુનાહિત આવક રૂ. 988 કરોડ આંકી છે. ED એ પ્રિવેન્શન ઓફ માની લોન્ડરિંગ એક્ટ(PMLA) ની કલમ 4 હેઠળ સોનિયા, રાહુલ અને અન્ય આરોપીઓ માટે સજાની માંગ કરી છે, જે હેઠળ જેલની સજા સાત વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.

આ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટમાં કોંગ્રેસના નેતાઓ સામ પિત્રોડા અને સુમન દુબેના નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આપણ વાંચો:  ‘ઉર્દૂનો જન્મ ભારતની ભૂમિ પર જ થયો છે…’, સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજારો કરોડની મિલકતોના માલિક:

EDએ ચાર્જશીટમાં જણાવાયું છે કે AJL, યંગ ઈન્ડિયનના મુખ્ય અધિકારીઓ અને મુખ્ય કોંગ્રેસના પદાધિકારીઓએ જાહેર કંપની AJLની 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.

EDએ આરોપ લગાવ્યો છે કે 99% શેર યંગ ઈન્ડિયા નામની ખાનગી કંપનીના નામે રૂ. 50 લાખમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. સોનિયા અને રાહુલ યંગ ઈન્ડિયામાં 76% હિસ્સો ધરાવે છે, ત્યારે 24% હિસ્સો સ્વર્ગસ્થ મોતીલાલ વોહરા અને ઓસ્કાર ફર્નાન્ડિસનો હતો.

ચાર્જશીટ મુજબ, કોંગ્રેસ નેતાઓ દ્વારા AJL ને આપેલી 90.21 કરોડ રૂપિયાની બાકી લોનને 9.02 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી હતી. ED ના જણાવ્યા મુજબ, આ બધા શેર પછી યંગ ઇન્ડિયનને 50 લાખ રૂપિયાના નજીવા ભાવે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ, આ ટ્રાન્સફર દ્વારા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી AJL ની હજારો કરોડની મિલકતોના માલિક બન્યા.

ED ની તપાસમાં વધુમાં જણાવવામાં આવ્યું કે યંગ ઇન્ડિયાને કંપની એક્ટની કલમ 25 હેઠળ “નોટ-ફોર-પ્રોફિટ” કંપની તરીકે લિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ કંપનીમાં આવી કોઈ ચેરીટેબલ પ્રવૃત્તિ કરતી નહતી.

વર્ષ 2013 માં ભૂતપૂર્વ પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડના મામલાની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે આવકવેરા વિભાગને નેશનલ હેરાલ્ડના મામલાઓની તપાસ કરવાની અને ગાંધી પરિવારના ટેક્સ રીવ્યુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. EDનો આ કેસ ટ્રાયલ કોર્ટના આદેશ પર આધારિત છે,

9 એપ્રિલના રોજ રજૂ કરાયેલ ચાર્જશીટને સ્પેશિયલ જજ વિશાલ ગોગ દ્વારા રીવ્યુ કરવામાં આવી છે. 25 એપ્રિલ, 2025 ના રોજ કેસની વધુ કાર્યવાહી માટે સુનાવણી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button