મનોરંજન

Bollywood: Kapoor familyને એક ચાહકે આપી એવી ગિફ્ટ કે બધા ઈમોશનલ થઈ ગયા

સંતાન કરતા પણ તેમાન સંતાનો વધારે વ્હાલા હોય છે, જે રીતે વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ વ્હાલું હોય તે રીતે જ. સંતાનોને મોટા કરતા સમયે માતા-પિતા પણ જીવનની ભાગદોડમાં વ્યસ્ત હોય આથી તેમના ઉછેર પર ધ્યાન આપવામાં તેમની સાથે સમય પસાર કરવાનું ઘણી વાર શક્ય ન બને. પણ જ્યારે દાદા-દાદી બની જાય ત્યારે નિવૃત્તીની ઉંમર હોય આથી તેમને રમાડવાનો સમય મળે અને આનંદ પણ મળે. જોકે આજે આપણે જે દાદાની વાત કરવામાં છીએ, તે કમનસીબે પોતાની પૌત્રીને રમાડી શક્યા નથી. વાત છે 80-90ના દાયકાના રોમાન્ટિક હીરો રિષી કપૂર (Rishi Kapoor)ની. રિષી કપૂરના દેહાંત બાદ તેના પુત્ર રણબીર (Ranbir) અને આલિયા (Alia) ના લગ્ન થયા અને હવે બન્નેને રાહા નામની એક ક્યૂટ બેબી ગર્લ છે.

ગયા વર્ષે ક્રિસમસ પર રણબીર-આલિયાએ તેની પ્રિન્સેસના ફોટા લોકો સામે મૂક્યા હતા. તેને જોઈને ઘણાને રીષિ કપૂરની યાદ આવી હતી. આવા જ કોઈ નેટ યુઝરે રાહાને રિષીના હાથમાં રમતી બતાવતો એડિટેડ ફોટો શેર કર્યો છે. જેને જોઈને આખો કપૂર પરિવાર ઈમોશનલ થઈ ગયો છે. આ ફોટો પહેલા આલિયાની મમ્મી soni Razdanએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો. તમણે આ ફોટો જોઈ હૃદય ભરાઈ આવ્યું તેમ લખી પોસ્ટ કરનારનો આભાર માન્યો હતો. તે બાદ નીતૂ સિંહે (Nitu sinh)પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કરી લખ્યું Too Adorable. હવે આ ફોટો નેટીઝન્સને પણ બહુ ગમી ગયો છે. તેઓ કોમેન્ટ્સ કરી રહ્યા છે. રિષી કપૂરનું નિધન વર્ષ 2020માં થયું હતું અને રણબીર-આલિયાના લગ્ન એપ્રિલ 2022માં થયા અને તેમની પુત્રીનો જન્મ નવેમ્બર-2022માં થયો હતો.

તાજેતરમાં જ આલિયા અને રણબીરને બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. બન્ને પોતાના પેરેન્ટ હોવાના અનુભવો શેર કરતા રહે છે અને લાડલી રાહા પર પ્રેમ લૂંટાવતા રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?