શેર બજાર

યુએસ શેરબજાર તેજી બાદ ફરી કકડભૂસ, લેરી ફિંકે આપી આ ચેતવણી

મુંબઇ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફમા રાહત આપવાની જાહેરાત બાદ બુધવારે યુએસ શેરબજાર તેજી જોવા મળી હતી. જોકે,આ તેજી ટકી ના શકી અને ગુરુવારે યુએસ શેરબજાર ફરી એક વાર કકડભૂસ થયું હતું. તેમજ શેરબજાર પર ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની લાંબા ગાળા સુધી અસર જોવા ના મળી. તેમજ અમેરિકન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાંના એક લેરી ફિંકે બુધવારે વિશ્વને ચેતવણી આપી હતી કે શેરબજારમાં 20 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. બુધવારના વધારા પછી કોઈએ આ તરફ ધ્યાન આપ્યું નહીં. પરંતુ ગુરુવારના ઘટાડા પછી, બ્લેકરોકના સીઈઓ લેરી ફિંકની આગાહી ફરી એકવાર સાચી પડી રહી છે.

યુએસ શેરબજારમાં મોટો ઘટાડો

યુએસ શેરબજાર બુધવારે લગભગ 3,000 પોઈન્ટ વધ્યા પછી ગુરુવારે સવારે ડાઉ જોન્સ 1,104.32 પોઈન્ટ અથવા 2.72 ટકાથી વધુ ઘટ્યો. સવારે 11 વાગ્યે, ડાઉ જોન્સ 941 પોઈન્ટ ઘટીને 39,667. 33 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, S&P 500 માં 3.2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે પછી આંકડા 5,300.83 પોઈન્ટ પર જોવા મળે છે.

આ પણ વાંચો: યુએસ ટેરિફ વોરના દબાણથી શેરબજારમા બ્લેક મંડે , સેન્સેક્સ અને નિફ્ટીમાં કોરોના બાદનો મોટો ઘટાડો

નાસ્ડેક મા 3.8 ટકાનો ઘટાડો થયો

ટ્રેડિંગ સેશન દરમિયાન, ઇન્ડેક્સ 5,278.31 પોઈન્ટ પર આવી ગયો હતો. જ્યારે બુધવારે S&P 500 માં 2008 પછીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો. બીજી તરફ, નાસ્ડેક મા 3.8 ટકાનો ઘટાડો થયો. ટ્રેડિંગ સેશન દરમિયાન નાસ્ડેક કમ્પોઝિટ 16,538.94 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો અને ટ્રેડિંગ સેશન દરમિયાન 16,449.86 પોઈન્ટના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો હતો. બુધવારે શરૂઆતમાં નાસ્ડેકમાં ઇતિહાસનો બીજો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

ટેસ્લા અને એપલના શેરના ભાવમા ઘટાડો

વિશ્વની સૌથી મોટી EV કંપની ટેસ્લાના શેરમાં 8 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમેઝોનના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેર લગભગ 5 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના શેરમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કંપનીના શેર 550.42 ડોલરપર ટ્રેડ થઈ રહ્યા છે.
વિશ્વની સૌથી મોટી કંપની એપલના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કંપનીના શેર ઘટીને 188 ડોલર થઈ ગયા છે.માઈક્રોસોફ્ટના શેરમાં 3.37 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કંપનીનો શેર 37.7 ડોલર પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક મંદી દ્વાર ખખડાવી રહી છે

વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાંના એક અને બ્લેકરોકના સીઈઓ લેરી ફિંકે તાજેતરમાં કહ્યું હતું કે શેરબજારમાં હજુ પણ 20 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે અમેરિકન શેરબજાર પણ આ ઘટાડાનો ભોગ બનશે. જો આ આગાહી સાચી પડે તો નિફ્ટી 18,000 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે ઘણી કંપનીઓના સીઈઓ સાથે વાત કરી છે અને તેમનું માનવું છે કે વૈશ્વિક મંદી દરવાજા પર છે અને ગમે ત્યારે પ્રવેશી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button