શેર બજાર

શેરબજારમાં અંતે છ લાખ કરોડનું ધોવાણ, નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે ખાબક્યો

નિલેશ વાઘેલા
મુંબઇ:
નવી સંવતના પહેલા દિવસને અંતે સેન્સેક્સ ૯૪૧ પોઇન્ટના કડાકા સાથે ૭૮૭૮૨ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૩૦૯ પોઇન્ટના કડાકા સાથે ૨૩૯૯૫ની સપાટીએ સ્થિર થયો હતો. બેન્કિંગ, નાણાકીય અને આઇટી શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. અમેરિકાની ચૂંટણીની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં જ ગણતરીની મિનિટોમાં ૧૪૦૦ પોઇન્ટ સુધીનો કડાકો અને આઠ લાખ કરોડ સુધીનું ધોવાણ જોવા મળ્યું હતું.

આ પછી નીચા મથાળે ફંડોની લેવાલીનો ટેકો મળવાથી બજારને નીચી સપાટીથી સહેજ પાછાં ફરવામાં મદદ મળી હતી. સત્રને અંતે બજારે લગભગ ૫૦૦ પોઇન્ટનો ઘટાડો પચાવ્યો હોવાથી માર્કેટ કેપિટલના ધોવાણ ઘટીને રૂ. છ લાખ કરોડ જેવું રહ્યું હતું.

આ સત્રમાં બજારને પછાડનારા મુખ્ય પરિબળોમાં અમેરિકાની ચૂંટણી મુખ્ય રહી હતી. આગામી યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન અને ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના વ્યાજ દરમાં કાપની શક્યતાને કારણે ગ્લોબલ ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટ પર વધુ નકારાત્મક અસરની આશંકા ચર્ચાઇ રહી છે.

આપણ વાંચો: Stock Breaking: સેન્સેક્સમાં 1400 પોઇન્ટ સુધીનો કડાકો, 8 લાખ કરોડનું ધોવાણ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીને કારણે ડોલર સામે રૂપિયો ઓલટાઇમ લો સપાટીને અથડાયો હતો. આ ઉપરાંત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ભીષણ બનવાની સંભાવના પણ બજારને ફટકો મારી રહી છે.
આ તરફ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને નિકાસ કરતાં દેશના સંગઠન, ઓપેકે ઉત્પાદન વધારો ડિસેમ્બર સુધી મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં સવારે બે ટકાથી મોટો ઉછાળો આવતા બજારમાં સાવચેતીનું માનસ સર્જાયુ હતું.

બ્રેન્ટ ફયુચર્સમાં બેરલદીઠ ૧.૮૧ ડોલર અથવા તો ૨.૫ ટકાના ઉછાળા સાથે ક્રૂડ ૭૪.૯૧ ડોલરનો ભાવ બોલાયો હતો, જ્યારે યુએસ ટેક્સાસ ઇન્ટરમિડિએટ ક્રૂડ ૧.૮૬ ડોલર અથવા તો ૨.૭૦ ટકાના ઉછાળા સાથે ૭૧.૩૫ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker