મુંબઈ : વૈશ્વિક બજારોના મજબૂત સંકેતના પગલે ભારતીય શેરબજાર(Stock Market)સપ્તાહના ત્રીજા દિવસે વધારા સાથે ખૂલી શકે છે. જો કે મંગળવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ભારતીય બજારો સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી 208 પોઈન્ટ અને સેન્સેક્સ 693 પોઈન્ટના ઘટાડા સાથે બજાર બંધ થયું હતું. આજે નિફ્ટી અને નિફ્ટી બેંકની સાપ્તાહિક એક્સપાયરી છે. ઘણી કંપનીઓના પરિણામો પર પણ તેની અસર જોવા મળશે. આ સિવાય કેટલીક અન્ય કંપનીઓ પણ આજે તેમના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
| Also Read: ‘આ મેગા-કૌભાંડ…’ હિંડનબર્ગ રીપોર્ટ મામલે ખડગેએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું…
આજે કઈ કંપનીઓનું પરિણામ?
નિફ્ટીમાં આજે કોઈ કંપનીના પરિણામો જાહેર થવાના નથી. જ્યારે ફ્યુચર્સ માર્કેટમાં ગ્લેનમાર્ક ફાર્મા અને HALના પરિણામો જાહેર થવાના છે. જ્યારે કેશ માર્કેટમાં આજે બજાજ હેલ્થકેર, બોરોસિલ, ઈઆઈડી પેરી, હિન્દુજા ગ્લોબલ, મઝાગોન ડોક, એમટીએનએલ, એનએફએલ, ઓલા ઈલેક્ટ્રીક, રેડ ટેપ, સ્પાઈસજેટ, સુપ્રજીત એન્જીનીયરીંગ અને ટાર્સન્સ પ્રોડક્ટ્સ સહિત અન્ય કંપનીઓના પરિણામો જાહેર કરવામાં આવશે.
| Also Read: વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૦૦ના કડાકા સાથે ૭૯,૦૦૦ની નીચે સરકી ગયો, એચડીએફસી બેન્ક, એસબીઆઇમાં ધોવાણ
વૈશ્વિક બજારોમાંથી સંકેતો
જુલાઈ મહિના માટે WPI ડેટા જાહેર થયા બાદ યુએસ માર્કેટમાં ઉછાળો અને બોન્ડ યીલ્ડમાં નરમાઈ જોવા મળી હતી. આ સંકેત છે કે ફુગાવામાં ઘટાડાને કારણે ફેડ દરમાં ઘટાડો કરી શકે છે. ગઈ કાલે ડાઉ જોન્સ 409 પોઈન્ટ, એસએન્ડપી 500 90 પોઈન્ટ અને નાસ્ડેક 407 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. જુલાઈ મહિના માટે અમેરિકામાં WPI 0.1% વધ્યો. જૂનમાં તેમાં 0.2 ટકાનો વધારો થયો હતો. જ્યારે કોર PPI માં કોઈ ફેરફાર નથી. આજે અહીં મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવશે.