શેર બજાર

વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૦૦ના કડાકા સાથે ૭૯,૦૦૦ની નીચે સરકી ગયો, એચડીએફસી બેન્ક, એસબીઆઇમાં ધોવાણ

મુંબઈ: ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ મંગળવારે લગભગ ૭૦૦ પોઈન્ટ ગગડીને ૭૯,૦૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો. વિદેશી ફંડો દ્વારા વેચવાલીની વધતી ગતિ સાથે એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક અને આઇટીસીના શેરોમાં વેચવાલીનું દબાણને કારણે સતત બીજા દિવસે બજારે પીછેહઠ નોંધાવી હતી. બીએસઈનો ૩૦ શેરવાળો સેન્સેક્સ ૬૯૨.૮૯ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા ઘટીને ૭૮,૯૫૬.૦૩ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૭૫૯.૫૪ પોઈન્ટ અથવા ૦.૯૫ ટકા ઘટીને ૭૮,૮૮૯.૩૮ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦૮ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા ઘટીને ૨૪,૧૩૯ પર આવી ગયો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી એચડીએફસી બેન્કમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ અને જેએસડબલ્યુ સ્ટીલ અન્ય સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા. આનાથી વિપરીત ટાઇટન, એચસીએલ ટેક, નેસ્લે, સન ફાર્મા, રિલાયન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધ્યા હતા. મૂડીબજારમાં ધમાલ ચાલુ રહી હતી. મેઇનબોર્ડમાં બે શેરનું લિસ્ટિંગ થયું હતું. જ્યારે એસએમઇ સેગમેન્ટમાં ઇન્ટીગ્રેટેડ ઓશન, એર અને સ્પેશિયલ કાર્ગો લોજિસ્ટિક્સની ગ્લોબલ પ્રોવાઈડર બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ લિમિટેડ, રૂ. ૨૪.૪૧ કરોડ એકત્ર કરવાના લક્ષ્ય સાથે ૧૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ આઇપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરશે. શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૬ થી રૂ. ૮૦ પ્રતિ શેર નક્કી થઈ છે અને લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. એંકર બિડિંગ ૧૬મી ઓગષ્ટે શરૂ થશે અને કુલ ભરણું ૨૧મી ઓગષ્ટે બંધ થશે. કોર્પોરેટ હલચલમાં અગ્રણી કંટેન્ટ ક્રિએશન અને પ્રોડક્શન કંપની પૈકીની એક ઇન્સ્પાયર ફિલ્મ્સ લિમિટેડે યુવા વયસ્કોની ગતિશીલ ભાવનાને અનુરૂપ તેના નવીનતમ સાહસ ફ્રેશ મિન્ટ યુટ્યુબ ચેનલને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફ્રેશ મિન્ટ લાંબા-સ્વરૂપ અને ટૂંકા-સ્વરૂપની વેબ સિરીઝના મિશ્રણની સાથેસાથે મિન્ટ શોટ્સ નામક ક્વિક-હિટ કંટેન્ટ પણ રજૂ કરશે. ભારતની અગ્રણી લક્ઝરી રિસોર્ટ કંપની પ્રવેગ લિમિટેડના નાણાવર્ષ ૨૫ના પ્રથમ ત્રિમાસિક પરિણામોમાં ૯૮.૩૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૪.૬૮ કરોડની કુલ આવક અને રૂ. ૦.૭૬ કરોડનો ચોખ્ખો નફો, જ્યારે રૂ. ૭.૬૨ કરોડનો એબિટા નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૩૦.૮૮ ટકા અને ૩.૦૯ ટકાનું કરવેરા બાદ નફા માર્જિન નોંધાવ્યું છે. અગ્રણી ભારતીય જ્વેલરી કંપનીઓ પૈકીની એક ખઝાંચી જ્વેલર્સ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક પરિણામોમાં ૧૦૩.૮૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૮૧.૧૯ કરોડની કુલ આવક, ૧૦૮.૯૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૩.૪૮ કરોડનો એબિટા, ૨૩૨.૨૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૯.૨૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ઈ-વેસ્ટ મેનેજમેન્ટ કંપની ઈકો રિસાયક્લિંગ લિમિટેડે જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક પરિણામોમાં સ્ટેન્ડઅલોન ધોરણે કુલ આવક ૮૬.૪૬ ટકા વૃદ્ધિ સાથે રૂ. ૧૩.૪૪ કરોડ, ચોખ્ખો નફો ૯૭.૬૦ ટકા વધીને રૂ. ૭.૪૧ કરોડ, એબીટા૧૦૨.૬૦ ટકા વધીને રૂ. ૯.૩૪ કરોડ, એબીટા માર્જિન ૭૪.૫૪ ટકા, પીએટી માર્જિન ૫૯.૧૪ ટકા નોંધાવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને