શેરબજાર મોટો ઉછાળો! આ સેક્ટરના શેરોમાં તેજી

મુંબઈ: આજે બુધવારે ભારતીય શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 418.39 પોઈન્ટના વધારા સાથે 84,289.71 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 127.65 પોઈન્ટના વધારા સાથે 25,822.60 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં આઇટી અને ફાઇનાન્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં 1256 શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જયારે 669માં ઘટાડો નોંધાયો છે, 150ના ભાવ યથાવત રહ્યા છે.
આ શેર વધ્યા:
નિફ્ટીમાં મેક્સ હેલ્થકેર, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રા સૌથી વધુ વધારો નોંધાયો. સવારે 9:30 વાગ્યાની આસપાસ ઇટરનલ લિમિટેડના શેર 1.30% થી વધુ ઉછાળો નોંધાયો, TCS 1.30% વધ્યો, જ્યારે ટેક મહિન્દ્રામાં પણ 1.30 %નો ઉછાળો નોંધાયો. ઇન્ફોસિસમાં 1.14% અને બજાજ ફિનસર્વમાં 1.12%નો ઉછાળો નોંધાયો.
આ શેર ઘટ્યા:
બીજી તરફ, BEL ના શેર 0.51% , હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.41% ઘટ્યા. ટ્રેન્ટના શેર 0.33%, મારુતિ સુઝુકીના શેર 0.23%, સન ફાર્માના શેર 0.14% અને ITCના શેર 0.11% ઘટ્યા.
સવારે 10.30 વાગ્યે સેન્સેક્સ 474.03ના ઉછાળા સાથે 84,345.35 પર અને નિફ્ટી 142.55ના ઉછાળા સાથે 25,837.50 પર ટ્રેડ કરી રહ્યા હતાં.
ટાટા મોટર્સના કોમર્શિયલ વેહિકલ વિભાગની લિસ્ટિંગ આજે BSE અને NSE પર થશે, જેના પર સૌની નજર છે.
આપણ વાંચો: કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ



