શેરબજારની ફ્લેટ શરૂઆત, જાણો કયા શેરો વધ્યા અને કયા ઘટ્યા

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર બજારે નજીવા વધારા સાથે ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી (Indian Stock Market Oppening) હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) 56.53 પોઈન્ટના નજીવા વધારા સાથે 82,571.67 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના ઇન્ડેક્સ નિફ્ટી-50 (Nifty-50)એ 23.05 પોઈન્ટના વધારા સાથે 25,164.45 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
ગુરુવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, ફક્ત 11 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં અને 17 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યા, જ્યારે 2 કંપનીઓના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા.
નિફ્ટી-50 કંપનીઓમાંથી 21 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં અને બાકીની 29 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યા.
સેન્સેક્સ કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સના શેર આજે સૌથી વધુ 1.30 ટકાના વધારા સાથે અને ઇન્ફોસિસના શેર આજે સૌથી વધુ 1.23 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ શેરોમાં ઉછાળો:
આજે શરુરાતના કારોબારમાં સન ફાર્માના શેરમાં 0.66 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 0.65 ટકા, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 0.47 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.44 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.36 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.28 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.20 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 0.16 ટકા, નેસ્લે ઇન્ડિયાના શેરમાં 0.11 ટકા અને એક્સિસ બેંકના શેરમાં 0.06 ટકાનો વધારો નોંધાયો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મારુતિ સુઝુકીના શેર આજે કોઈ ફેરફાર વિના ખુલ્યા.
આ શેરોના ભાવમાં ઘટાડો:
આજે HCL ટેકના શેર 0.56 ટકા, ટાટા સ્ટીલના શેર 0.54 ટકા, ટાટા મોટર્સના શેર 0.48 ટકા, ટેક મહિન્દ્રાના શેર 0.45 ટકા, એટરનલના શેર 0.35 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.35 ટકા, પાવર ગ્રીડના શેર 0.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.30 ટકા, TCSના શેર 0.24 ટકા, HDFC બેંકના શેર 0.21 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોના શેર 0.18 ટકા, ITCના શેર 0.13 ટકા, ટાઇટનના શેર 0.13 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેર 0.10 ટકા, ICICI બેંકના શેર 0.07 ટકા અને NTPCના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.