શેર બજાર

તેજી સાથે શરૂઆત બાદ શેર બજારમાં ઘટાડો; આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નજર

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં તેજી સાથે કારોબારની શરૂઆત થઇ. આજે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE) ઇન્ડેક્સ સેન્સેક્સમાં 220 પોઈન્ટનો વધારો નોંધાયો, સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 82,000 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો અને જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE) નિફ્ટી 65 પોઈન્ટના વધારા સાથે 25,100 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શરૂઆતના કારોબારમાં બેંક નિફ્ટીમાં 35 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ (FII) દ્વારા સતત ખરીદી અને શોર્ટ પોઝિશનમાં ઘટાડાને કારણે બજારમાં સકરત્મક સંકેતો જોવા મળી રહ્યા છે.

શરૂઆતના ઉછાળા બાદ શેર બજારના ઘટાડો નોંધાયો છે, સવારે 10.14 વાગ્યે સેન્સેક્સ 76 પોઈન્ટ અને નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને હમાસ ગાઝામાં યુદ્ધ વિરામ માટે સહમત થયા છે, જેને કારણે મધ્યપૂર્વમાં તણાવ ઘટવાની શક્યતા છે. આ જાહેરાતને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.77% ઘટીને $65.74 પ્રતિ બેરલ અને યુએસ WTI ક્રૂડ 0.88% ઘટીને $62 પ્રતિ બેરલ પર આવી હયો છે.

આજે રોકાણકારોની નજર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા એલેક્સી, જીએમ બ્રુઅરીઝ, એમ્કો એલેકોન (ઇન્ડિયા), એરિસ ઇન્ટરનેશનલ, આશિયાના ઇસ્પાત, અવસારા ફાઇનાન્સ, ઇવોક રેમેડીઝ અને ટ્રાઇટન કોર્પ જેવી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર રહેશે.

(આ સમાચાર માત્ર જાણકારી માટે છે, શેર માર્કેટ રોકાણ કરતા પહેલા તમારા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. મુંબઈ સમાચાર કોઈ નુકશાન માટે જવાબદાર રહેશે નહીં.)

આ પણ વાંચો…મૂડીબજારમાં મંદીનો વાયરો? ડિસ્કાઉન્ટ લિસ્ટિંગની વધતી સંખ્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button