
મુંબઈ: તાજેતરમાં વિદેશી કંપની જેન સ્ટ્રીટ દ્વારા ભારતીય શેરબજાર કરવામાં આવેલી કથિત છેતરપિંડી ચર્ચાનો વિષય બની છે. કંપનીએ કોલ-પુટ સ્કીમ મારફતે રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલ છે. ભવિષ્યમાં આવી કોઈ છેતરપીંડી અટકાવવા માટે માર્કેટ રેગ્યુલર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(SEBI) પર કડક પગલા કરવાની તૈયારી કરી રહી છે.
સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ બીએસઈ બ્રોકર્સ ફોરમ (BBF)ના કાર્યક્રમમાં સંબોધન આપતા જણાવ્યું હતું કે SEBI એડવાન્સ એનાલીટીક્સ ટૂલ્સ વિકસાવવા પર કામ કરી રહ્યું છે, જેથી કોલ-પુટ છેતરપિંડીને ઓળખીને રોકી શકાય.
આ ફેરફાર કરવામાં આવશે:
તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે માર્કેટ પર સુપરવિઝનને વધુ સ્માર્ટ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ રીએક્ટીવ સુપરવિઝન થતું હતું, હવે પ્રિડિક્ટિવ સુપરવિઝન માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેના માટે SEBI તેની ડેટા વેરહાઉસ સિસ્ટમ અપડેટ કરી છે. આનાથી પંપ-એન્ડ-ડમ્પ જેવી છેતરપિંડી શોધી કાઢવાનું સરળ બનશે. નવા રુલ-બેઝ્ડ એલર્ટથી મોટા સોદામાં થતી અનિયમિતતાઓ શોધવામાં પણ મદદ મળશે.
કૌભાંડ અંગે વહેલી જાણ થઇ જશે:
સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે પંપ-એન્ડ-ડમ્પ સ્કિમ્સ એક ચોક્કસ પેટર્નને ફોલો કરતી હોય છે, જે ડેટા એનાલિસિસની મદદથી તેને શોધી શકાય છે. નવી ટેકનોલોજીની મદદથી હવે આવા કૌભાંડોની અગાઉથી જ જાણ થઇ જશે અને SEBIની ઝડપી કાર્યવાહી કરી શકશે.
રોકાણકારોને મળશે સુરક્ષા:
સેબી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(DP) માટે સેફટી નેટ સિસ્ટમ શરુ કરવાની પણ પણ યોજના બનાવી રહી છે. તુહિન કાંતા પાંડેએ વધુ માહિતી આપતા કહ્યું જો કોઈ DPને ટેકનિકલ સમસ્યા અથવા આઉટેજની તકલીફ પડે છે, તો તેને ડિપોઝિટરી સ્તરે જ હેન્ડલ કરી શકાશે.
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં વિકલી એક્સપાયરી અંગે તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે સેબીએ ડેટા એનાલિસિસને આધારે ઘણા નિયમો લાગુ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે બજારને સુધારવા અને રોકાણકારોને સુરક્ષા આપવા સમજી વિચારીને પગલાં લેવામાં આવશે.
તુહિન કાંતા પાંડેએ એમ પણ જણાવ્યું કે સેબી સ્ટોક બ્રોકર્સ માટે નિયમો સરળ બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે કામ કરી રહી છે.
આ પણ વાંચો…IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા; શેર બજારમાં કૌભાંડની આશંકા…