શેર બજાર

ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
ઓલા ઇલેક્ટ્રિકના શેર મોટા કડાકા સાથે ઓલ ટાઇમ નીચા સ્તરે પટકાતાં, કંપનીના બજારમૂલ્યમાં ૧,૬૦૧ કરોડ રૂપિયાનું ધોવણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ આ કંપનીએ ૧૦૦૦ કર્મચારીઓની છટણીનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ કંપનીએ જણાવ્યું હતું કે તેની વ્હીકલ રજિસ્ટ્રેશન સર્વિસ પ્રોવાઇડર (વાહન નોંધણી સેવા પ્રદાતા: કંપની રોઝમેર્ટા ડિજિટલ સર્વિસીસ લિમિટેડે તેની સંપૂર્ણ માલિકીની શાખા ઓલા ઇલેક્ટ્રિક ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાની માગ કરી છે.

આપણ વાંચો: શું શેરમાર્કેટની એકધારી પીછેહઠ આ સેક્ટરને પણ નડી ગઈ ?

આ અહેવાલને પગલે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના શેરમાં વેચવાલીનું દબાણ વધી જતાં સોમવારે સાત ટકાથી વધુ ઘટ્યા હતા. બીએસઇ પર શેર ૭.૧૮ ટકા ઘટીને રૂ. ૪૬.૯૧ની સપાટી પર સ્થિર થયો હતો.

દિવસ દરમિયાન, તે રૂ. ૪૬.૪૦ ના રેકોર્ડ નીચા સ્તરે અથડાયો હતો, જે ૮.૧૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે એનએસઇ પર કંપનીના શેર ૭.૨૨ ટકા ઘટીને રૂ. ૪૬.૮૬ પર પહોંચ્યા હતા. દિવસ દરમિયાન, શેર ૮.૧૩ ટકા ઘટીને રૂ. ૪૬.૪૦ પર બંધ થયો છે. જે તેનું રેકોર્ડ નીચું સ્તર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button