મુહૂર્ત ટ્રેડિંગમાં તેજીનો માહોલ; સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા

મુંબઈ: આજે બપોરે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર બજાર વધારા સાથે ખુલ્યું. મુહૂર્ત ટ્રેડિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 121.30 પોઈન્ટ (0.14%) ના વધારા સાથે 84,484.67 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50એ 58.05 પોઈન્ટ (0.22%) ના વધારા સાથે 25,901.20 પોઈન્ટ ટ્રેડીંગ શરુ કર્યું.
સેન્સેક્સની 30 માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની 2 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટી 50 ની 50 માંથી 49 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને માત્ર 1 કંપનીના શેર ઘટાડા સાથે ખુલ્યા.
નિફ્ટી-50 પર કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, ઓએનજીસી અને ભારત એરટેલના શેરોમાં વધરો નોંધાયો છે. જ્યારે ઇન્ફોસિસ, સિપ્લા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, જિયો ફાઇનાન્સિયલ અને ટેક મહિન્દ્રાના શેરોમાં ઘટાડો નોંધાયો છે
તમામ સેકટોરલ ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા છે, જેમાં નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
મુહૂર્ત ટ્રેડિંગ માટે શેર બજાર આજે બપોરે 1.45 વાગ્યે ખુલ્યું હતું, એક કલાક માટે ટ્રેડિંગ ચાલુ રહેશે. આવતી કાલે બેસતા વર્ષના દિવસે શેર બજાર બંધ રહેશે અને ગુરુવારે રાબેતા મુજબ ટ્રેડીંગ શરુ થશે.
ગયા વર્ષે 2024 માં મુહૂર્ત ટ્રેડિંગ સેશન સાંજે 6.00 થી 7.00 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું.